
ભવિષ્યની અનિશ્ચિતતા અને ઘટાડાના ભયને કારણે, રોકાણકારો સોના અને બોન્ડ જેવા સુરક્ષિત રોકાણો તરફ વળી રહ્યા છે. વધતા જતા ફુગાવા અને ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓને કારણે અમેરિકી અર્થતંત્ર અને વૈશ્વિક વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે.

વ્યાજ દરની અનિશ્ચિતતાને કારણે, બેંકિંગ અને ઔદ્યોગિક ક્ષેત્રન શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.અમેરિકન બજારમાં આ ઘટાડો વિશ્વના બાકીના બજારો, ખાસ કરીને ઉભરતા દેશોના બજારો પર પણ અસર કરી શકે છે.

લાંબા ગાળાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે તેમના વળતર પર અસર પડી છે. હવે બજારની દિશા ફેડ વ્યાજ દરો અંગે શું વલણ અપનાવે છે અને યુએસ નીતિ કેટલી સ્થિર રહે છે તેના પર નિર્ભર રહેશે.
Published On - 4:39 pm, Tue, 22 April 25