
કંવરદીપ સિંહ, ઉપકાર સિંહ અને બરુનપ્રીત સિંહ આહુજા કંપનીના પ્રમોટર્સ છે. ન્યૂ સ્વાન મલ્ટીટેક IPO ના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ લિમિટેડ અને શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ છે.

ન્યૂ સ્વાન મલ્ટિટેક ઓટોમોટિવ પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં એન્જિન હેન્ગર, હિન્જ બોડી કવર, ફ્યુઅલ ફિલર, એન્જિન ગાર્ડ પ્લેટ, રીઅર બ્રેક આર્મ એસેમ્બલી, સેપરેટર બ્રેધર્સ, કેબલ ગાઈડ એસેમ્બલીનો સમાવેશ થાય છે. કંપનીની સ્થાપના વર્ષ 1985માં થઈ હતી. એટલે કે, કંપની 39 વર્ષથી કાર્યરત છે.