
કઈ કંપનીના શેરમાં રોકાણ કરી શકાય? વેબસાઈટ પર લોગિન કર્યા બાદ Discover ટેબ પર ક્લિક કરો. તેમાં Spotlight માં જુદી-જુદી કંપનીઓ દેખાશે. તેમાંથી તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરી શકો છો.

શેરબજારમાં કઈ કંપનીનું લિસ્ટિંગ થઈ ગયું છે કેવી રીતે જાણી શકાય? Spotlight ટેબમાં આગળ Listed ટેબ જોવા મળશે. તેના પર ક્લિક કરતા એવી કંપનીનું લિસ્ટ દેખાશે જેનું શેરબજારમાં લિસ્ટિંગ થઈ ગયું છે.

જો કોઈ કંપની લિસ્ટેડ કે અનલિસ્ટેડમાં નથી તો તેના શેરમાં ક્યારે રોકાણ કરી શકાશે? કંપની લિસ્ટેડ કે અનલિસ્ટેડમાં નથી તો તેના શેરમાં રોકાણ કરવા માટે રાહ જોવી પડશે. આવી કંપનીનું લિસ્ટ તમને Coming Soon ટેબમાં જોવા મળશે.

રોકાણ કરવા માટે પેમેન્ટ કેવી રીતે કરવું? વેબસાઈટ પર તમામ ઓનલાઈન પેમેન્ટ મોડ દ્વારા ચૂકવણી કરી શકાય છે. પેમેન્ટ કર્યા બાદ કેટલા દિવસમાં શેર મળે છે? કોઈ પણ શેરની ખરીદી માટે પેમેન્ટ કર્યા બાદ T+2 દિવસ થાય છે. એટલે કે નાણાની ચૂકવણીનો દિવસ અને ત્યારબાદ 2 વર્કિંગ ડે.

અનલિસ્ટેડ માર્કેટમાં શેરનું વેચાણ કોણ કરે છે? અહીં જે કંપનીના શેર અવેલેબલ છે તે કંપનીના એમ્પ્લોઈઝ પોતાના શેર વેચી શકે છે. આ ઉપરાંત જે રોકાણકારોએ પહેલા અહીંથી શેરની ખરીદી કરી હોય અથવા તો મોટા ઈન્વેસ્ટર્સ જેવા કે નાણાકીય સંસ્થા વગેરે. આ સિવાય કંપનીના ફાઉન્ડર કે કો-ફાઉન્ડર પણ પોતાનો હિસ્સો વેચી શકે છે.

અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદેલા શેર ક્યા જોવા મળે? અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદેલા શેર તમે NSDL અથવા CDSL માં જોઈ શકાશે.

શેરની ખરીદી કરીએ તો કેટલો ચાર્જ લાગશે? કોઈ શેરની ખરીદી કરીએ તો 10,000 રૂપિયા પર અંદાજે 200 રૂપિયા ચાર્જ લાગે છે. જો તમે 40,000 રૂપિયાના શેરની ખરીદી કરો છો તો તમારે અંદાજે 800 રૂપિયા ફી ચૂકવવી પડશે.

શેરનું વેચાણ કેવી રીતે કરવું? શેરના વેચાણ માટે તમારે Investments ટેબ પર જવું પડશે અને તેમાં તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેરનું વેચાણ કરી શકાય છે.

શેરની ખરીદી પહેલા કંપનીનો ફાઈનાન્સિયલ રિપોર્ટ કેવી રીતે ચેક કરવો? કોઈ કંપનીના શેરની ખરીદી કરતી વખતે તમે Financials ટેબ પર તેના રિપોર્ટ ચેક કરી શકો છો અને રોકાણ અંગે નિર્ણય લઈ શકો છો.

કંપનીનો IPO આવશે કે નહીં અથવા તો ક્યારે આવશે કેવી રીતે ચેક કરી શકાય? કંપનીના IPO વિશેની માહિતી તમે ગૂગલ પરથી શોધી શકો છો. આ ઉપરાંત તમે આ વેબસાઈટ પર Financials ટેબ પર તમને Drph Report જોવા મળશે, જેના દ્વારા તમને માહિતી મળશે.
Published On - 7:27 pm, Mon, 4 December 23