જો તમે IPO ભરો છો તો નવા વર્ષમાં વધારે રૂપિયા તૈયાર રાખજો, દર અઠવાડિયે આવશે 1 કંપનીનો આપીઓ!

|

Dec 31, 2023 | 12:54 PM

હાલમાં 27 કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી IPO લાવવાની મંજૂરી મળી ચૂકી છે, જેની કુલ વેલ્યુ અંદાજે 29,000 કરોડ રૂપિયા છે. આ 27 કંપની ઉપરાંત 29 અન્ય કંપનીઓએ પણ SEBI પાસે IPO લાવવા માટે અરજી કરી છે, જેની કુલ વેલ્યુ અંદાજે 34,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

1 / 5
વર્ષ 2023માં IPOની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં બીજા નંબર પર સૌથી વધારે છે. આ સાથે જ આગામી 2024 ના વર્ષમાં પણ IPOની સંખ્યામાં ઘટાડો થવાનો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજે 60,000 કરોડ રૂપિયાના IPO આવતા વર્ષે લોન્ચ થશે.

2 / 5
વર્ષ 2023 દરમિયાન 57 કંપનીઓએ IPO દ્વારા અંદાજે 49,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. હાલમાં 27 કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી IPO લાવવાની મંજૂરી મળી ચૂકી છે, જેની કુલ વેલ્યુ અંદાજે 29,000 કરોડ રૂપિયા છે.

3 / 5
આ 27 કંપની ઉપરાંત 29 અન્ય કંપનીઓએ પણ SEBI પાસે IPO લાવવા માટે અરજી કરી છે, જેની કુલ વેલ્યુ અંદાજે 34,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. એટલે કે વર્ષ 2024 માં કુલ 56 કંપની IPO લાવશે. એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે તેથી એવરેજ દર અઠવાડિયે 1 કંપનીનો આઈપીઓ આવશે. વર્ષ 2023 માં 80 કંપનીઓએ સેબીમાં DRHP ફાઈલ કર્યો હતો. છેલ્લા 2 વર્ષની સરખામણીમાં આ આંકડો ઓછો છે.

4 / 5
રોકાણકારો ઓલા ઈલેક્ટ્રીક, સ્વિગી અને ફર્સ્ટક્રાઈ જેવી મોટી નામની કંપનીઓના IPO ની રાહ જોઈ રહ્યા છે. ઓલા ઈલેક્ટ્રિકે ગયા શુક્રવારે IPO માટે સેબીમાં DRHP ફાઈલ કર્યો હતો. આ ત્રણેય કંપનીઓ કુલ 4,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

5 / 5
વર્ષ 2024 માં Ebixcash, Tata Play, Indegene, Oravel Stays (OYO), Go Digit General Insurance અને TBO Tek જેવી કંપનીઓના IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મેન્યુફેક્ચરિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપનીઓ પણ આવતા વર્ષે IPO લાવશે.

Published On - 7:18 pm, Thu, 28 December 23

Next Photo Gallery