Gujarati NewsPhoto galleryStock Market Good news containers Indian Railways Investors get 50 percent return in 1 month share price increase
ભારતીય રેલવેને કન્ટેનર આપનારી કંપની માટે આવશે ગૂડ ન્યૂઝ! રોકાણકારોને 1 મહિનામાં મળ્યું 50 ટકા રિટર્ન, શેરના ભાવમાં થઈ શકે છે વધારો
આર્શિયા લિમિટેડ એક સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની છે. તે એકમાત્ર ફ્રી ઝોન ડેવલપર છે જે 2 ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોનનું સંચાલન કરે છે અને સમગ્ર ભારતમાં કામગીરી સાથે સૌથી મોટી ખાનગી કન્ટેનર ટ્રેન ઓપરેટર છે. કંપની પાસે 6 રેલ લૂપ લાઇન સાથેનો એકમાત્ર ખાનગી ઇનલેન્ડ કન્ટેનર ડેપો પણ છે.
આજે કંપનીના શેરના ભાવમાં અપર સર્કિટ લાગી હતી ત્યારે શેરની ખરીદી માટે અંદાજે 1200 થી વધારે ઓર્ડર પેન્ડિંગ હતા. આજે આર્શિયા લિમિટેડના શેરના વેચાણ માટે કોઈ રોકાણકારોએ રસ દાખવ્યો નહોતો.
5 / 5
સ્ક્રીનર વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આર્શિયા લિમિટેડ કંપની પર કુલ 1.013 કરોડ રૂપિયાનું દેવું છે. આ કંપનીની શેર હોલ્ડર પેટર્ન મૂજબ આર્શિયા લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 25.8 ટકા છે.