
બ્રોકરેજે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કંપની ક્ષમતા વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં 1 MTPA ની ક્ષમતા સાથે ગ્રાઇન્ડીંગ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. ACC ના ઉત્પાદન ખર્ચમાં 17 ટકાનો ઘટાડો થયો છે. સરકારનું ફોકસ હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તેનાથી આવનારા સમયમાં સિમેન્ટ કંપનીઓને ફાયદો થશે.

ACCને ક્ષમતા વિસ્તરણ, ખર્ચમાં ઘટાડો, સ્પર્ધાત્મક ભાવો, કોમોડિટીના ભાવમાં મધ્યસ્થતાના વધારાના લાભો પણ મળશે. આ શેર 2377 રૂપિયાના સ્તર પર છે જેને આ સપ્તાહે 7.5 ટકા અને એક મહિનામાં 237.20 રૂપિયા અથવા 11.10 ટકાનું વળતર આપ્યું છે.