Google Chrome બ્રાઉઝરમાં જો સેવ છે પાસવર્ડ અને બેન્કિંગનો ડેટા તો આ રીતે કરો ડિલીટ
ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) ક્રોમ યુઝર્સ માટે એક ચેતવણી શેયર કરી છે અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે તમે ક્રોમ બ્રાઉઝરમાં સેવ પાસવર્ડને ડિલીટ કરી શકો છો.
1 / 5
દુનિયાભરમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરના 3.2 બિલિયન ઈન્ટરનેટ યુઝર્સ છે અને ભારતમાં પણ કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે પણ હાલમાં જ ગૂગલ ક્રોમને લઈ ભારત સરકારે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) ક્રોમ યુઝર્સ માટે શેયર કરી છે પણ આજે અમે તમે ગૂગલ ક્રોમમાં સેવ ડેટા અને પાસવર્ડને ડિલીટ કરવની રીત જણાવી રહ્યા છે.
2 / 5
ઈન્ટરનેટની દુનિયામાં ઘણા એકાઉન્ટ અને પાસવર્ડ તૈયાર કરવા પડે છે અને તેને યાદ પણ રાખવા પડે છે. ત્યારે વારંવાર પાસવર્ડ નાખવાની આ પરેશાનીથી બચવા માટે આપણે પોતાના પાસવર્ડને બ્રાઉઝરમાં સેવ કરવાની પરવાનગી આપી દઈએ છે.
3 / 5
જો તમે પણ આવુ કરી ચૂક્યા છો તો હવે CERT-Inની ચેતવણી બાદ પોતાના પાસવર્ડ અને એકાઉન્ટને ત્યાંથી હટાવવા ઈચ્છો છો તો આજે અમે તમને ઘણી ખાસ ટીપ્સ વિશે બતાવવા જઈ રહ્યા છે.
4 / 5
સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સને ઓપન કરો. ત્યારપછી ડાબી બાજુએ આપેલા ઓટોફિલ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન પર નજર આવી રહેલા પાસવર્ડ પર ક્લિક કરી દો.
5 / 5
ત્યારબાદ તમારી સામે પાસવર્ડનું લિસ્ટ નજર આવશે. તે પછી આ પાસવર્ડને હટાવવાના અલગ અલગ વિકલ્પ મળશે. જેને યૂઝર્સ પોતાની જરૂરિયાત મુજબ હટાવી શકે છે.