
આ વર્ષે ભલે ઘણું બધુ બદલાઈ ગયું હોય પરંતુ રોમાંસનો જાદુ હજુ પણ એવો જ છે. વર્ષ 2021ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે કલર્સ ટીવીની સિરિયલ 'સિર્ફ તુમ'નો એક વિશેષ એપિસોડ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ ખાસ નવા વર્ષની પાર્ટીમાં કોમેડિયન જોડી ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમના હોસ્ટિંગ સાથે આ સાંજને આનંદ અને મનોરંજનથી ભરપૂર બનાવશે. નિક્કી તંબોલી પણ ઉજવણીમાં જોડાશે અને તમામ સુંદર જોડિઓ સાથે તેમના પ્રેમની પરિક્ષા લેવા માટે મનોરંજક રમતો રમશે.

આવી જ એક રમતમાં, કલર્સ પરિવારના પ્રેમી યુગલો કેટલાક શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપશે અને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જશે. થપકી (જીગ્યાસા સિંહ) અને પુરબ (આકાશ આહુજા) 'મેં તો રસ્તે સે જા રહા થા' ગીત પર ડાન્સ કરશે, જ્યારે આનંદી (શિવાંગી જોશી) અને જીગર (સમૃદ્ધ બાવા) 'લેટ્સ નાચો' ગીત પર પરફોર્મ કરશે. '

સુહાની (ઈશા સિંઘ) અને રણવીર (વિવિયન ડીસેના) 'વ્હેર ઈઝ ધ પાર્ટી ટુનાઈટ' ગીત પર તેમની કેમિસ્ટ્રી સાથે સ્ટેજ પર બધાને મંત્રમુગ્ધ કરશે, જ્યારે પૂર્વી (પ્રિયલ મહાજન) અને વિરેન્દ્ર (અમર ઉપાધ્યાય) 'દેખા હજારો દફા' પર પરફોર્મ કરશે.

'સિર્ફ તુમ'માં રણવીરની ભૂમિકા ભજવનાર વિવિયન ડીસેનાએ જણાવ્યું હતું કે, “કલર્સના સમગ્ર પરિવાર સાથે પાછા ફરવું અને સાથે મળીને નવા વર્ષ માટેના એપિસોડ માટે ખાસ શૂટ કરવામાં ખૂબ મજા આવી. આ એક મુશ્કેલ વર્ષ રહ્યું છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે અમારા ચાહકો અને દર્શકો 2022નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરે.”