Knowledge: રાતમાં તારા દેખાવાનું હવે બંધ થઈ ગયું ! તેનું કારણ પ્રદુષણ જ નહીં આ પણ છે

|

Feb 08, 2022 | 10:00 AM

ઘણીવાર તમે લોકોને ફરિયાદ કરતા જોયા હશે કે આજકાલ આકાશમાં પહેલાની જેમ તારા દેખાતા નથી, જ્યારે પહેલા આકાશમાં ઘણા તારા દેખાતા હતા. તો જાણો શું છે આનું કારણ.

1 / 5
તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં તારાઓ દેખાવાનું બંધ થઈ ગયું છે. જ્યાં પહેલા રાત્રે આકાશ તારાઓથી ભરેલું હતું, તે હવે નથી. આવું થવાનું કારણ ઘણીવાર પ્રદૂષણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આકાશ સાફ નથી, પરંતુ શું તમે જાણો છો કે તારા ન જોવા મળવાનું કારણ પણ શહેરોની રોશની છે. હા, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પ્રકાશથી ફેલાતા પ્રદૂષણને કારણે આવું થઈ રહ્યું છે. (File Photo)

2 / 5
ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે વિશ્વના માત્ર 20 ટકા લોકો જ આકાશને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. જ્યારે અન્ય લોકો સ્વચ્છ આકાશ જોઈ શકતા નથી.

3 / 5
ત્યારે, વૈજ્ઞાનિકો શહેરોમાં આ વધતા કૃત્રિમ પ્રકાશનું કારણ માની રહ્યા છે અને તેનાથી આકાશના અંધકારનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે શહેરોમાં પ્રકાશ રાત્રિના આકાશ કરતા 40 ગણો છે.

4 / 5
આપને જણાવી દઈએ કે, તમારું ઘર, રસ્તો, આડોશ-પાડોશ લાઈટોથી ઝળહળી રહ્યો છે અને તેના કારણે દર વર્ષે 2.2 ટકાના દરે આ લાઈટ વધી રહી છે. આના કારણે માત્ર અંધકાર તો ઓછો થઈ રહ્યો છે પરંતુ સતત વધતા પ્રકાશને કારણે આપણી ઈકો સિસ્ટમમાં પણ મોટો ફરક પડી રહ્યો છે.

5 / 5
એવું માનવામાં આવે છે કે આની અસર પક્ષીઓથી લઈને વૃક્ષો અને છોડ સુધી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં 70 હજાર અબજ તારા છે, જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે.

Published On - 9:58 am, Tue, 8 February 22

Next Photo Gallery