શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લો મુકાયો, પ્રવાસીઓ આ દિવસે 16 લાખ ફૂલોની સુંગંધ માણી શકશે

|

Mar 19, 2023 | 5:37 PM

આજકાલ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની દરેક લોકો તૈયારી કરતા હોય છે. ત્યારે લોકો વેકેશનમાં પ્રવાસ માટે કયાં જવું તે યક્ષપ્રશ્ન બની રહે છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદ રહ્યું છે અને તેમાં પણ લોકોની શ્રીનગર પર સૌથી પહેલી પસંદગી હોય છે.

1 / 5
ટ્યૂલિપ ગાર્ડનઃ એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન રવિવારે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીનગરના પ્રખ્યાત દાલ તળાવના કિનારે બનેલા આ ટ્યૂલિપ ગાર્ડનમાં 1.6 મિલિયન ફૂલો છે.

2 / 5
ટ્યૂલિપ ગાર્ડનની સુંદરતા જોવા માટે માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ વખતે બગીચામાં નેધરલેન્ડથી ફૂલોની 4 નવી પ્રજાતિઓ લાવવામાં આવી છે.

3 / 5
30 એકર જમીનમાં ફેલાયેલા આ ટ્યૂલિપ ગાર્ડનમાં 68 જાતના ફૂલો છે. જેની સુવાસથી અહીંનું વાતાવરણ પણ ભીંજાઈ જાય છે. જણાવી દઈએ કે છેલ્લી વખત આ ગાર્ડન 23 માર્ચે ખોલવામાં આવ્યો હતો.

4 / 5
આ બાબતનું ધ્યાન રાખો કે ટ્યૂલિપ ગાર્ડનને રવિવારે ખુલ્લું મૂકવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય લોકો સોમવારથી જ બગીચાની સુંદરતા જોઈ શકશે. ગત વખતે આ બગીચો એક મહિના કરતાં પણ ઓછા સમય માટે અતિશય ગરમીના કારણે બંધ રહ્યો હતો.

5 / 5
તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં પહેલીવાર ટ્યૂલિપ ગાર્ડનને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. તે સમયે ટ્યૂલિપ ગાર્ડનમાં માત્ર 50 હજાર ફૂલો હતા. જે ફૂલોની સંખ્યા ઉત્તરોતર વધારો થયો છે.

Published On - 5:20 pm, Sun, 19 March 23

Next Photo Gallery