દર વર્ષની જેમ, ભગવાન શ્રી કૃષ્ણની (Krishna Janmashtami 2022) જન્મજયંતિ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કે 18 ઓગસ્ટ 2022ના રોજ આજે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે લોકો પોતપોતાની આસ્થા પ્રમાણે ભગવાન કૃષ્ણની પૂજા, ઉપવાસ, કીર્તન વગેરે કરે છે.
અમૃતસરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પૂર્વ સંધ્યા પર ભક્ત પ્રબુદ્ધ દુર્ગિયાના મંદિરનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. ફુલો અને લાઈટોથી મંદિર ઝગમગી ઉઠ્યું હતુ.
જન્માષ્ટમી પર્વ પર કૃષ્ણ જન્મભુમિ મથુરામાં જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા પર પુજા-અર્ચના માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.
ચેન્નઈમાં જન્માષ્ટમી ઉત્સવ સમારોહ દરમિયાન બાળ કૃષ્ણ લોકોનું આર્કષણનું કેન્દ્ર બન્યું હતુ. બાળકના હાથમાં બાંસુરી પકડી શ્રીકૃષ્ણના બાળ રુપનો પહેરવેશ પહેરેલો જોવા મળ્યો હતો.
અઝમેરમાં જન્માષ્ટમીના અવસર પર ગંગા જમુના એક અનોખું દર્શ્ય જોવા મળ્યું હતુ. જ્યાં એક મુસ્લિમ મહિલા શ્રીકૃષ્ણના બાળ રુપમાં એક બાળક સાથે જોવા મળી હતી.
કૃષ્ણા જન્માષ્ટમીના અવસર પર નવી દિલ્હી સ્થિત લક્ષ્મી નારાયણ મંદિરને રોશનીથી શરણગારવામાં આવ્યું હતુ. આ સાથે શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ફુલો અને લાઈટોના શણગારથી મંદિર ખુબ સુંદર લાગી રહ્યું હતુ.
મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ બહાર એક છોકરો શ્રીકૃષ્ણના વેશભુષામાં લોકનું આર્કષણનું કેન્દ્ર બન્યું હતુ. લોકો તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. હાથમાં વાંસળી લઈને શ્રી કૃષ્ણના બાળપણનું દ્રશ્ય યાદ અપાવી હતી.
અમૃતસરમાં જન્માષ્ટમીના તહેવારનો જશ્ન મનાવતા વાંસળી સાથે એક બાળક જોવા મળ્યો હતો.બાળક શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની વેશભુષા રજૂ કરતો જોવા મળ્યો હતો.
જયપુરમાં ‘કૃષ્ણ જન્માષ્ટમી’ તહેવાર નિમિત્તે, ભક્તો ગોવિંદ દેવ મંદિરમાં પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા. જન્માષ્ટમીના પર્વે ભક્તોએ શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા.