
લાંબા સમય બાદ WWEની ઈવેન્ટ સુપરસ્ટાર સ્પેક્ટેકલ 2023, 8 સપ્ટેમ્બરના રોજ ભારતમાં થશે. લગભગ 6 વર્ષ બાદ આવી WWEની ભારતમાં વાપસી થઈ છે.

WWE સુપરસ્ટાર જોન સીના, ફિન બાલોર, રિયા રિપ્લે અને સેથ રોલિન્સ જેવા રેસલર્સ આ ઈવેન્ટ માટે ભારતની ધરતી પર આવી રહ્યા છે.

સત્તાવાર મેચો ઉપરાંત, WWE સુપરસ્ટાર સ્પેક્ટેકલ 2023 માં હાજરી આપવા માટે ડ્રુ મેકઇન્ટાયર, બેકી લિંચ અને મેટ રિડલ સહિતના સુપરસ્ટાર્સની પણ જાહેરાત કરવામાં આવી છે.

WWE સુપરસ્ટાર સ્પેક્ટેકલ 2023, 8 સપ્ટેમ્બર, શુક્રવારથી શરુ થશે. લાઇવ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યેથી શરૂ થશે.

WWE સુપરસ્ટાર સ્પેક્ટેકલ 2023 ભારતના હૈદરાબાદના GMC બાલયોગી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ ઈવેન્ટનું ટેલિકાસ્ટ Sony Sports Networkની ચેનલ પર જોવા મળી શકે છે. લાઇવ ઇવેન્ટ હાઉસ શો હોવાથી તેનું લાઈવ ટેલિકાસ્ટના થાય તેવી પણ શક્યતા છે. ઈવેન્ટ બાદ આ શોને ટેલિકાસ્ટ કરવામાં આવી શકે છે.