ધ ગ્રેટ ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે. WWEના પૂર્વ રેસલર ધ ગ્રેટ ખલી એ રિંગમાં અનેક રેસલર્સને ધોઈ કાઢયા હતા. તેના ઘણી વાતો એવી છે જે ઘણા ઓછા લોકો જાણે છે. તે ઘણીવાર વિવાદોમાં પણ ફસાયો છે.
ખલી હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાનો રહેવાસી છે. જ્યારે તે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રાજકરણમાં આવ્યો ત્યારે તેની પત્ની હરમિંદર કૌર પણ ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે ખલીની પત્ની સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
ખલીની પત્ની હરમિંદર કૌર જાલંધરના નૂર મહેલની રહેવાસી હતી. ખલી અને હરમિંદર કૌરના લગ્ન વર્ષ 2002માં થયા હતા. તેણે દરેક પરિસ્થિતીમાં ખલીનો સાથ આપ્યો હતો.
રિપોર્ટસ અનુસાર, હરમિંદર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ભલે તેમની હાઈટમાં મોટા તફાવત છે પણ તેમના વચ્ચે પ્રેમની સાથે સારુ બોન્ડિંગ પણ છે.
ખલી પોતાની પત્નીની સુંદરતાનો દીવાનો છે. બંનેના લગ્નના 12 વર્ષ બાદ તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો.
Published On - 6:07 pm, Wed, 21 June 23