Rich Tennis Players: પાંચ ગ્રાન્ડસ્લેમ જીતનાર વિશ્વની સૌથી સુંદર ટેનિસ ખેલાડી ‘મારિયા શારાપોવા’
ટેનિસ ઈતિહાસની સૌથી સુંદર અને સૌથી પ્રતિભાશાળી ખેલાડી તરીકે રશિયાની મારિયા શારાપોવાની ગણના થાય છે. શારાપોવા સેરેના વિલિયમ્સના યુગમાં પોતાની અલગ ઇમેજ બનાવવામાં સફળ રહી હતી. પાંચ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારી શારાપોવા વિશ્વભરમાં સૌથી ફેમસ ટેનિસ ખેલાડી છે. બ્યુટી વિથ બ્રેઇનનું સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે 'મારિયા શારાપોવા'.
1 / 10
મારિયા શારાપોવાનો જન્મ 19 એપ્રિલ 1987 ના રોજ, રશિયન SFSR, સોવિયેત યુનિયનના ન્યાગનમાં થયો હતો. મારિયાએ છ વર્ષની ઉંમરથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. શારાપોવાએ નવેમ્બર 2000માં પ્રથમ વખત ટેનિસમાં ખ્યાતિ મેળવી હતી, જ્યારે તેણીએ માત્ર 13 વર્ષની ઉંમરે ગર્લ્સ 16 વિભાગમાં એડી હેર ઈન્ટરનેશનલ જુનિયર ટેનિસ ચેમ્પિયનશિપ જીતી હતી.
2 / 10
શારાપોવાએ 2001માં 19 એપ્રિલના રોજ તેના 14મા જન્મદિવસે તેની પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2002માં પેસિફિક લાઇફ ઓપનમાં તેની પ્રથમ WTA ટુર્નામેન્ટ રમી હતી. વર્ષ 2003માં શારાપોવાએ દરેક ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તે વિમ્બલ્ડનમાં ચોથા રાઉન્ડમાં પહોંચી હતી. તે વર્ષે શારાપોવાએ ટોક્યો અને ક્વિબેક સિટી ખાતે પ્રથમ WTA ટાઇટલ જીત્યું હતું.
3 / 10
વર્ષ 2004માં શારાપોવાએ વિમ્બલ્ડનની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને હરાવી તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. 2008માં તેણીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો.
4 / 10
શારાપોવા વર્ષ 2012માં ફ્રેન્ચ ઓપન જીતીને ઓપન યુગમાં કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર માત્ર સાતમી મહિલા ખેલાડી બની હતી. તે જ વર્ષે શારાપોવાએ લંડન ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ પણ કબજે કર્યો હતો.
5 / 10
શારાપોવાએ વર્ષ 2014માં સ્પર્ધાત્મક ટેનિસમાં કમબેક કર્યું, શારાપોવાએ આ જ વર્ષે તેનું પાંચમું અને તેની કારકિર્દીનું અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. વર્ષ 2020માં શારાપોવાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે બાદ તે ટેનિસથી દૂર જ રહી છે.
6 / 10
શારાપોવા કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ હાંસલ કરનારી દસ મહિલા ટેનિસ ખેલાડીઓમાંની એક અને એકમાત્ર રશિયન ખેલાડી પણ છે. શારાપોવા તેની પેઢીની શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓમાંની એક છે.
7 / 10
શારાપોવાએ પાંચ મેજર ટાઇટલ જીત્યા છે જેમાં બે ફ્રેન્ચ ઓપનમાં અને એક ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપનનો સમાવેશ થાય છે. શારાપોવાએ કુલ 36 ટાઇટલ જીત્યા હતા, જેમાં વર્ષ 2004માં તેની પ્રથમ ચેમ્પિયનશિપનો પણ સમાવેશ થાય છે.
8 / 10
શારાપોવાને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસ્યુટ સહિત અનેક મોડેલિંગ અસાઇનમેન્ટમાં જોવા મળી છે. શારાપોવા નાઇકી, પ્રિન્સ અને કેનન સહિતની ઘણી જાહેરાતોમાં દેખાઈ છે, અને તે કોલ હાન સહિત ઘણા ફેશન હાઉસનો ચહેરો છે.
9 / 10
વર્ષ 2018 થી શારાપોવા બ્રિટિશ ઉદ્યોગપતિ એલેક્ઝાન્ડર ગિલકેસ સાથે રિલેશનશિપમાં હતી. ડિસેમ્બર 2020માં, શારાપોવા અને ગિલકેસ જાહેર કર્યું કે તેઓ સગાઈ કરી રહ્યા છે. એપ્રિલ 2022માં, શારાપોવાએ જાહેરાત કરી કે તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખે છે. 1 જુલાઈ 2022 ના રોજ, તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
10 / 10
શારાપોવા સૌથી અમીર અને ફેમસ મહિલા ટેનિસ ખેલાડીઓમાં એક છે, તે ટેનિસમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ અને સૌથી વધુ પ્રાઇઝ મની જીતવા મામલે ટોપ ચોથા ક્રમે છે. શારાપોવાએ કુલ 320 કરોડ રૂપિયા પ્રાઇઝ મની જીતી છે. (all photo courtesy: google)