
ગુકેશનો જન્મ 29 મે 2006ના રોજ ચેન્નાઈના એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેના માતા-પિતા આંધ્ર પ્રદેશના ગોદાવરી ડેલ્ટા પ્રદેશના છે. તેમના પિતા ડૉ. રજનીકાંત કાન-નાક અને ગળાના સર્જન છે, જ્યારે તેમની માતા પદ્મા માઇક્રોબાયોલોજીસ્ટ છે.

ગુકેશ સાત વર્ષની ઉંમરે ચેસ રમતા શીખ્યા છે. તે વેલમ્મલ વિદ્યાલય શાળા અયનામ્બક્કમ, ચેન્નાઈમાં અભ્યાસ કરે છે. ગુકેશે માત્ર 12 વર્ષની ઉંમરમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, તેનું આખું નામ ડોમ્મારાજુ ગુકેશ છે.
Published On - 12:40 pm, Mon, 9 December 24