VAR ટેકનિક એટલે શું ? ફૂટબોલમાં આ ટેકનિક આવી રીતે બને છે ઉપયોગી

|

Nov 22, 2022 | 7:39 PM

કતારના ભવ્ય સ્ટેડિયમોમાં ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ છે. એક બાદ એક મનોરંજક મેચો ફિફા વર્લ્ડકપ 2022માં જોવા મળી રહી છે. આ મેચ દરમિયાન યોગ્ય રીતે મેચ પૂર્ણ થાય તે માટે VAR ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે.

1 / 5
VAR એટલે વીડિયો અસિસ્ટેન્ટ રેફરી. આ ટેકનિક ફૂટબોલની નવીનતમ ટેકનિક છે જેનો ઉપયોગ મેચ દરમિયાન મહત્વના નિર્ણયો કરવા માટે મુખ્ય રેફરી કરતા હોય છે.

2 / 5

આ ટેકનિકનો ઉપયોગ રેફરી મેચ દરમિયાન ગોલ, પેનલ્ટી કિક અને રેડ કાર્ડ જેવા નિર્ણયો લેવા માટે કરે છે. ફૂટબોલ સિવાય અન્ય રમતોમાં પણ આ ટેકનિકનો ઉપયોગ થાય છે.

3 / 5
ફિફા વર્લ્ડકપ 2018 આ ટેકનિકનો તમામ મેચમાં ઉપયોગ કરનારી પહેલી ટુર્નામેન્ટ બની હતી. આ ટેકનિકનો સર્વપ્રથમ વિચાર વર્ષ 2010માં રોયલ નીધરલેન્ડસ ફૂટબોલ એસોસિયેશનને આવ્યો હતો.

4 / 5
દરેક સ્ટેડિયમમાં એક VAR રુમ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી મેચની દરેક ઘટના પર ચારેય દિશામાંથી નજર રાખવામાં આવે છે. મુખ્ય રેફરીને જ્યારે પણ કોઈ ઘટનામાં આ ટેકનિકની જરુર પડે છે, ત્યારે  VAR રુમમાંથી તે ઘટનાના ફૂટેજ રેફરીને VAR સ્ક્રિન પર બતાવવામાં આવે છે.

5 / 5
VAR ટેકનિકનો ઉપયોગ ફાઉલ પ્લે માટે જવાબદાર ખેલાડીની ઓળખ કરવા માટે, રેડ કાર્ડ, પેનલ્ટી કિક અને ગોલ સંબંધિત નિર્ણય કરવા માટે થાય છે. ફિફા વર્લ્ડકપ 2022ની મેચોમાં પણ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે.

Next Photo Gallery