આજે ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી એક એફએ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. માન્ચેસ્ટર ડાર્બીની આ ફાઈલન મેચમાં માન્ચેસ્ટર સિટીની ટીમ 2-1ના સ્કોરથી જીતી છે. માન્ચેસ્ટર સિટીએ (Manchester City) આજે સાતમુ એફએ કપ ટાઈટલ જીત્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. FA Cupની ફાઈનલ મેચ જોવા માટે શુભમન ગિલ અને વિરાટ કોહલી પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે મેચનો આનંદ માણતી જોવા મળી હતી.
સૂર્યાકુમાર યાદવ પણ પોતાની પત્ની દેવીશા શેટ્ટી સાથે ફાઈનલ મેચ જોવા પહોંચ્યો હતો. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના ઓવલમાં 7 જૂનથી 11 જૂન વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે.
મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ફૂટબોલના મેદાન પર જોવા મળ્યો હતો.
ઈંગ્લેન્ડના પ્રિન્સ વિલિયમ આ મેચમાં આમંત્રિત હતા. તેઓ મેચ પહેલા ખેલાડીઓને મળવા મેદાન પર પણ ગયા હતા. અને ચેમ્પિયન ખેલાડીને ટ્રોફી અને મેડલ પણ એનાયત કર્યા હતા.
માન્ચેસ્ટર યુનાઈટેડ અને માન્ચેસ્ટર સિટી વચ્ચે હમણા સુધી 189 મેચ રમાઈ હતી. જેમાંથી યુનાઈટેડ ટીમે 78 મેચમાં અને સિટીની ટીમે 58 મેચમાં જીત મેળવી હતી. જ્યારે 53 મેચ ડ્રો રહી હતી.