એશિયન ગેમ્સ ઓપનિંગ સેરેમની : ચીનમાં ભારતીય ખેલાડીઓનો મજબૂત અંદાજ

|

Sep 23, 2023 | 9:52 PM

ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ 2023ની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં ભારતીય ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમ ઓપનિંગ સેરેમનીમાં મેદાનમાં પહોંચતા જ 'ભારત-ભારત'ના નારા લાગ્યા હતા. હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લોવલિનાએ ભારતીય ધ્વજ લઈને ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય પુરૂષ ખેલાડીઓ ગોલ્ડન કલરના કુર્તા અને બ્લ્યુ કલરના ટ્રાઉઝર્સમાં તથા મહિલા ખેલાડીઓ ગોલ્ડન કલરની સાડીમાં ભારતીય પરિધાનમાં સુંદર લાગી રહ્યા હતા. ચીનમાં ભારતના નામની ગુંજ ઉઠી હતી.

1 / 5
ચીનમાં એશિયન ગેમ્સ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. શનિવારે ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ દેશના ખેલાડીઓએ જોડાયા હતા.

2 / 5
ભારતીય ખેલાડીઓ પણ ઓપનિંગ સેરેમનીમાં યોજાયેલ માર્ચમાં જોડાયા હતા. ભારતે એશિયન ગેમ્સ 2023માં કુલ 655 ખેલાડીઓને મોકલ્યા છે.

3 / 5
ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના અને હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતીય ધ્વજ લઈને ટીમનું નેતૃત્વ કર્યું હતું.

4 / 5
ભારતીય મહિલા ખેલાડીઓએ ગોલ્ડન કલરની સાડી પહેરી હતી જ્યારે પુરૂષ ખેલાડીઓએ ગોલ્ડન કલરના કુર્તા અને બ્લ્યુ ટ્રાઉઝર પહેર્યું હતું.

5 / 5
ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેનાર દેશોની કૂચ (Walk) હવે સમાપ્ત થઈ ગઈ છે. સૌથી છેલ્લે યજમાન ટીમ ચીનના ખેલાડીઓએ મેદાનમાં આવીને માર્ચ કરી હતી.

Next Photo Gallery