
27 ફ્રેબુઆરી 2002ના રોજ હરમિંદર કૌર અને ખલી લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ ખલીનું કિસ્મત બદલાયું અને તેને રેસલિંગ કરિયરમાં અનેક સફળતાઓ મળી. તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ ખલીએ WWEમાં વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેમને ધ ગ્રેટ ખલી નામ મળ્યું.

અનેક ઈન્ટરવ્યુમાં ખલી ખુલાસો કરી ચૂક્યા છે કે, તેની સફળતા પાછળ તેની પત્ની હરમિંદરનો મોટો હાથ છે પરંતુ હરમિંદર લાઈમલાઈટથી દુર રહે છે. તમને જણાવી દઈએ કે, બંન્ને એક પુત્રીના માતા પિતા 2014માં બન્યા હતા. જેનું નામ અવલીન રણા રાખ્યું છે.
Published On - 1:30 pm, Thu, 29 June 23