
એશિયા કપ ટીમની જાહેરાત કર્યા બાદ ભારતના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે તેઓ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. અગરકરના મતે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ રમ્યા બાદ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.

એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. જો ટીમ ઈન્ડિયા આ 6 ટીમો વચ્ચે 8મી વખત પોતાનું વર્ચસ્વ જાળવશે તો વર્લ્ડકપ પહેલા મોટો બૂસ્ટ મળશે. જણાવી દઈએ કે આ પહેલા ટીમ ઈન્ડિયા 7 વખત એશિયા કપ જીતી ચુકી છે અને ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે.

ભારત સિવાય બીજી સૌથી સફળ ટીમ શ્રીલંકા છે જેણે 5 વખત એશિયા કપ જીત્યો છે. જ્યારે પાકિસ્તાન ટુર્નામેન્ટની ત્રીજી સફળ ટીમ છે. પાકિસ્તાન 2 વખત એશિયા કપ જીત્યું છે.