
13 નવેમ્બરના રોજ મેલર્બનના મેદાન પર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવા માટે ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરુ થશે. આ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડમાંથી જે પણ ટીમ આ ફાઈનલ મેચમાં જીતશે તે ટીમને 13 કરોડ રુપિયાની પ્રાઈઝ મની મળશે.

આ વખતના ટી20 વર્લ્ડકપમાં કુલ ઈનામની રકમ 45.68 કરોડ રુપિયા છે. જે છેલ્લા ટી20 વર્લ્ડકપની રકમ જેટલી જ છે.

ફાઈનલ મેચ જીતી વર્લ્ડકપ વિજેતા બનનારી ટીમને 13.05 કરોડ રુપિયા જ્યારે રનર અપ ટીમને 6.52 કરોડ રુપિયા મળશે. તેની સાથે વિજેતા ટીમને વર્લ્ડકપ ટ્રોફી પણ મળશે.

સેમીફાઈનલમાં હારનાર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને 32.63 લાખ રુપિયા મળશે. ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે કારમી હાર મળી હતી.