
રાની રામપાલે નિવૃત્તિની જાહેરાત કરતા ખાસ મેસેજ લખી પોસ્ટ શેર કરી હતી. જેમાં રાની રામપાલે પોતાના તમામ કોચ, ભારતીય ટીમની તમામ સાથી ખેલાડીઓ અને દેશભરના તમામ ચાહકોનો આભાર માન્યો હતો.

રાની રામપાલને ભારતીય વિમેન્સ હોકીમાં તેના ઉચ્ચ યોગદાન બદલ અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય રાની રામપાલને ભારતના ચોથા સર્વોચ્ચ સન્માન 'પદ્મશ્રી'થી પણ ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. (All photo Credit : PTI / GETTY / Instagram)