છેલ્લા 10 વર્ષમાં SAIના 45 લોકો પર લાગ્યા છે જાતીય સતામણીના આરોપ, જાણો મહિલા ખેલાડીઓની જાતીય સતામણીની 8 મોટી ઘટનાઓ વિશે

|

Jan 21, 2023 | 8:13 PM

છેલ્લા 10 વર્ષમાં Sports Authority of Indiaના કુલ 45 લોકો પર મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. કુશ્તીથી લઈને ક્રિકેટ જેવી રમતના 29 જેટલા કોચ પર આવા ગંભીર આરોપો લાગ્યા છે. ચાલો જાણીએ મહિલા ખેલાડીઓની જાતીય સતામણીની 8 મોટી ઘટનાઓ વિશે.

1 / 9
છેલ્લા 3 દિવસથી દિલ્હીમાં મહિલા રેસલર્સની જાતીય સતામણીના વિરોદ્ધમાં દિગ્ગજ રેસલર્સ પ્રદર્શન કરી રહ્યા હતા. WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સની જાતીય સતામણીના આરોપ લાગ્યા છે. પણ આ દેશનો પ્રથમ કેસ નથી, આ પહેલા પણ આવી શરમજનક ઘટનાઓ બની છે. ચાલો જાણીએ છેલ્લા 10 વર્ષમાં બનેલી મહિલા ખેલાડીઓની જાતીય સતામણીની 8 મોટી ઘટનાઓ વિશે.

2 / 9
વર્ષ 2009માં આંધ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વી ચામુંડેશ્વરનાથ પર ટીમમાં સામેલ કરવા માટે મહિલાઓ પર શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદ નોંધ્યા બાદ તેમને પદથી હટાવી દેવામાં આવ્યા હતા.

3 / 9
વર્ષ 2010માં ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડી રંજીતા દેવીએ ટીમના કોચ મહારાજ કિશન કૌશિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે ચીન અને કેનેડાના પ્રવાસ દરમિયાન કોચે બળજબરીથી જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો.

4 / 9
વર્ષ 2020 માં દિલ્હી પોલીસે દક્ષિણ-પૂર્વ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મહિલા ક્રિકેટરની તેના કોચ દ્વારા થયેલી કથિત છેડતી માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે મહિલા ખેલાડી તેમની પાસે પહોંચી હતી અને આ મામલે મદદ માંગી હતી. આ પછી ગૌતમ ગંભીરની મદદથી મહિલાએ કોચ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

5 / 9
વર્ષ 2021માં 7 મહિલા ખેલાડીઓએ બાસ્કેટબોલ કોચ પી નાગરાજન પર ઘણા વર્ષોથી ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. એક 19 વર્ષીય એથ્લેટ નાગરાજન સામે સૌપ્રથમ આગળ આવી હતી.આ આક્ષેપો થયાના બે મહિના પછી 7 અન્ય મહિલા એથ્લેટ પણ ખુલ્લેઆમ સામે આવી હતી.આ કોચ ફિજીયોથેરાપીના બહાને ગેરવર્તન કરતો હતો.

6 / 9
વર્ષ 2022 માં એક મહિલા સાયકલિસ્ટે તેના મુખ્ય કોચ આરકે શર્મા પર જાતીય સતામણી અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તે એક ટૂર્નામેન્ટ માટે કોચ આરકે શર્મા સાથે સ્લોવેનિયા ગઈ હતી. આ દરમિયાન શર્માએ તેને પોતાની સાથે રૂમમાં રહેવા દબાણ કર્યું. મહિલા ખેલાડીને પોતાની સાથે રાખવા માટે તેણે એવું બહાનું કાઢ્યું કે એક જ રૂમમાં બે લોકો રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.બાદમાં એથ્લેટે આ મામલે શર્મા વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. આ પછી સ્પોર્ટ્સ ઓથોરિટીએ કોચ સાથેના તમામ કરાર સમાપ્ત કરી દીધા હતા.

7 / 9
ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમના સહાયક કોચ એલેક્સ પર ગંદા મેસેજ મોકલવાના આરોપ લાગ્યા હતા. સહાયક કોચ એલેક્સ એમ્બ્રોઝ ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમ સાથે યુરોપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન જ એક મહિલા ખેલાડીએ કોચ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જેને કારણે તેમને બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા.

8 / 9
વર્ષ 2014માં એક મહિલા જિમ્નાસ્ટે તેના કોચ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. જિમ્નાસ્ટે તેના કોચ મનોજ રાણા અને સાથી જિમ્નાસ્ટ ચંદન પાઠક પર રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટ્રેનિંગ કેમ્પ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

9 / 9
વર્ષ 2011માં તમિલનાડુ સ્ટેટ એમેચ્યોર બોક્સિંગ એસોસિએશનના સેક્રેટરી એ.કે. કરુણાકરન પર ઉત્પીડન, છેડતી અને ગુનાહિત ધાકધમકીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલા બોક્સરે કહ્યું કે, સેક્રેટરી તેના પર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પસંદગી માટે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

Next Photo Gallery