
દુનિયાના નંબર-2 ટેનિસ ખેલાડી સ્પેનના કાર્લોસ એલકરાઝે દુનિયાના નંબર વન ખેલાડી ઈટલીના જેનિક સિનરને ફ્રેન્ચ ઓપનના ઈતિહાસમાં પાંચ સેટ સુધી ચાલેલી લાંબી ફાઈનલમાં 4-6, 6-7 (4), 6-4, 7-6 (3), 7-6 (2) થી હરાવી ફ્રેન્ચ ઓપન 2025નો ખિતાબ જીત્યો છે. આ સેટ 5 કલાક 29 મિનિટ સુધી ચાલ્યો હતો.

ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતનાર સ્પેનના કાર્લોસ એલકરાઝને ઈનામ તરીકે 2 લાખ 55 હજાર યુરો ભારતીય કરન્સી પ્રમાણે 25 કરોડ રુપિયા મળ્યા છે. આઈપીએલ 2025થી 5 કરોડ રુપિયા વધારે છે.

આઈપીએલનો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 20 કરોડ રુપિયા મળ્યા હતા. ઈટલીના જૈનિક સિનરને 12 કરોડ રુપિયા મળ્યા છે. મહિલા વર્ગમાં પણ આટલી રકમ આપવામાં આવી હતી.

રવિવાર 8 જૂનના રોજ રોલાં ગૈરાના ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલ આ ખિતાબના મેચમાં કાર્લોસ એલકરાઝને ચાહકોનો સાથ મળ્યો છે. એલકરાઝએ સતત બીજા વર્ષ ફ્રેન્ચ ઓપન પુરુષ સિંગલ ખિતાબ પોતાને નામ કર્યો છે. જ્યારે સિનર પહેલી વખત ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો. એલકરાઝે અત્યારસુધી વિમ્બલડન 2023.2024 બે વખત ફ્રેન્ચ ઓપન 2024,2025 અને એક યુએસ ઓપન 2022નું ટાઈટલ પોતાને નામ કર્યું છે.

ફ્રેન્ચ ઓપનના ખિતાબમાં 2-2 બરાબરી થયા બાદ 22 વર્ષના એલકરાઝ અને 23 વર્ષના સિનરે પાંચમાં અને નિર્ણાયક સેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતુ. ફાઈનલ સેટમાં 53 મિનિટની રમત બાદ 5-5ની બરાબરી પર પહોચ્યો હતો. પાંચમાં સેટની 67મી મિનિટમાં બંન્ને ફરી 6-6 અંક પર રહ્યા હતા. અંતમાં ટાઈ બ્રેકરમાં એલકરાઝે સિનરને તક આપી નહીં અને 7-6ના અંતરથી સેટ અને ખિતાબ પોતાને નામ કર્યો હતો.

આ પહેલા સેમિફાઈનલમાં જૈનિક સિનરે સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 7-5, 7-6 (3) હરાવી પહેલી વખત આ ટૂર્નામેન્ટના ખિતાબી મુકાબલામાં સ્થાન બનાવ્યું હતુ. બીજી અને કાર્લોસે અલ્કારાઝ આઠમા ક્રમાંકિત લોરેન્ઝો મુસેટ્ટીને હરાવ્યો હતો. જોકે, મુસેટ્ટી ઈજાને કારણે મેચ અધવચ્ચે જ છોડી ગયો હતો. તે સમયે અલ્કારાઝ 4-6, 7-6 (3), 6-0, 2-0થી આગળ હતો.