સ્મૃતિ મંધાના એ કરી બતાવી શિખર ધવન જેવી કમાલ, તાબડતોડ રન મારી બનાવ્યો નવો રેકોર્ડ

|

Sep 21, 2022 | 11:11 PM

Smriti Mandhana એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેસ્ટ ખેલાડીમાંથી એક છે. તે પોતાની બેટથી નવા રેકોર્ડ બનાવી રહી છે. હાલ તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

1 / 5
સ્મૃતિ મંધાના હાલ તેના બેસ્ટ ફોમમાં છે. તેના બેટમાંથી જાણે રનનો વરસાદ થઈ રહ્યો છે. હાલમાં ઈંગ્લેડ સામેની બીજી વનડેમાં તેણે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

2 / 5
કેન્ટરબરીમાં ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડે મેચમાં ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ 40 રન બનાવ્યા અને તેની સાથે જ વન ડેમાં તેણે 3000 રન પૂરા કર્યા હતા. તે 3000 રન પૂરા કરનાર ભારતની ત્રીજી મહિલા ક્રિકેટર બની છે.

3 / 5
આ પહેલા હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. પણ સ્મૃતિ આવું કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની છે. તેણે 76 ઈનિગ્સમાં આ કામ કરી બતાવ્યુ છે.

4 / 5
તે મહિલા ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિગ્સમાં 3000 રન પૂરા કરનાર ત્રીજી ખેલાડી બની છે. આ પહેલા 62 ઈનિગ્સ સાથે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ખેલાડી બેલિન્ડા ક્લાર્કને નામે હતો.

5 / 5
ભારતીય પુરુષ ક્રિકેટરોમાં પણ સ્મૃતિ આગળ છે. ભારતીય ખેલાડીઓમાં આ રેકોર્ડ શિખર ધવને 73 ઈનિગ્સમાં અને વિરાટ કોહલીએ 75 ઈનિગ્સમાં બનાવ્યો હતો.

Next Photo Gallery