
GQ સાથે વાત કરતી વખતે તેણે કહ્યું, 'મને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી અને મને સમજાયું કે મેલબોર્નની તે હોટલમાં મને અમુક ખોરાક આપવામાં આવ્યો હતો જેમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું. સર્બિયા પાછા આવ્યા પછી, મને કેટલીક બાબતોની જાણ થઈ. મેં ક્યારેય આ વાત જાહેરમાં કોઈને કહી નથી. સાચું કહું તો મને આનાથી ઘણો આઘાત લાગ્યો હતો.'

જોકોવિચ જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા આવ્યો હતો. જોકે, કોવિડ-19ની રસી ન લેવાને કારણે જોકોવિચને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી જોકોવિચને મેલબોર્નની એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે નોવાક સર્બિયા પાછો ફર્યો, ત્યારે તેને સમજાયું કે ખોરાકમાં ઝેરી પદાર્થો ભેળવેલા હતા.

જોકોવિચ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા પહોંચ્યો છે. 12મી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થઈ રહી છે. જોકોવિચની નજર તેનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા પર રહેશે. આ પહેલા નોવાકે 2023માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં 10મું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. (All Photo Credit : PTI)