
સાનિયાના ફોટોમાં શોએબ મલિકની ગેરહાજરીએ ફરી એકવાર તેમના છૂટાછેડાના સમાચારને વેગ આપ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એવી ચર્ચા ચાલી રહી છે કે, શોએબ મલિક અને સાનિયા મિર્ઝા અલગ થઈ ગયા છે. અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી.

થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં સાનિયા મિર્ઝા માટે ભવ્ય વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેરવેલ મેચ બાદ સાનિયાએ તેના પરિવાર અને નજીકના મિત્રો માટે પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. અહીં પણ સાનિયાનો આખો પરિવાર જોવા મળ્યો હતો પરંતુ શોએબ મલિક દેખાયો નહોતો.