
મોદીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતને ગૌરવ અપાવવા બદલ બોપન્નાની પણ પ્રશંસા કરી અને ભવિષ્યની ટુર્નામેન્ટ માટે તેમને શુભેચ્છા પાઠવી. મોદીએ બોપન્નાની પોસ્ટના જવાબમાં લખ્યું - તમને મળીને આનંદ થયો. તમારી સિદ્ધિ ભારતને ગૌરવ આપે છે અને તમારું સમર્પણ ઘણાને પ્રેરણા આપે છે. તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

43 વર્ષીય બેંગલુરુમાં જન્મેલા બોપન્ના દિગ્ગજ સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર અને ડબલ્સમાં એટીપી રેન્કિંગમાં ટોચનો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. બોપન્નાએ 2023ની એશિયન ગેમ્સમાં રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ પણ રચ્યો હતો.