
ફેડરર અને નડાલની જોડીનું કોર્ટ પર શાનદાર પ્રદર્શન રહ્યું હતું પરંતુ જેક અને ફ્રાન્સિસની જોડીએ બીજા સેટમાં જબરદસ્ત વાપસી કરીને સેટ 6-7 થી જીત્યો હતો.

ત્રીજા સેટમાં કાંટાની ટક્કર થઇ હતી. કોર્ટ પર એક તરફ અપાર અનુભવ અને બીજી તરફ જુસ્સો હતો. હવે કોઈની હાર અથવા જીત નિશ્ચિત હતી અને મેચમાં અનુભવ પર જુસ્સો ભારે પડયો. જેક અને ફ્રાન્સિસની જોડીએ ફેડરર અને નડાલ સામે ત્રીજો સેટ 9-11 થી જીત્યો હતો.

ચાહકોને આશા હતી કે રોજર ફેડરર તેની છેલ્લી મેચમાં જીતશે. પરંતુ, આવું થઈ શક્યું નહીં. જો કે આ મેચમાં હાર બાદ પણ ફેડરર લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો હતો.

ફેડરરે તેની છેલ્લી મેચ બાદ કહ્યું, "મારા માટે આ એક મોટો દિવસ છે. હું દુઃખી નથી પણ ખુશ છું. મને અહીં ઉભા રહીને સારું લાગે છે. મેં છેલ્લી વખત જે કર્યું તે બધું કરવામાં મને આનંદ આવ્યો. મારા પર કોઈ દબાણ નહોતું. મેં મેચ રમી, તે મારા માટે ખૂબ જ ખુશીની વાત હતી."

તમને જણાવી દઈએ કે 41 વર્ષીય ફેડરરે ગયા અઠવાડિયે જ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. લેવર કપ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે રાફેલ નડાલ સાથે ડબલ્સ રમવાનું તેનું સપનું છે. તેની અંતિમ મેચમાં, તેણે તે સ્વપ્ન જીવ્યું.