
મારિન સિલિકનો જન્મ 28 સપ્ટેમ્બર 1988ના રોજ બોસ્નિયા હર્ઝેગોવિનામાં બોસ્નિયન માતાપિતાને ત્યાં થયો હતો.

સિલિકે સાત વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું, વર્ષ 2004માં જુનિયર ITF સર્કિટ પર રમવાનું શરૂ કર્યું. વર્ષ 2007માં તેણે તેની કારકિર્દીની પ્રથમ પ્રોફેશનલ ટુર્નામેન્ટ જીતી હતી.

મારિન સિલિકે ન્યૂ હેવન, કનેક્ટિકટમાં પાયલોટ પેન ટેનિસ ટુર્નામેન્ટમાં તેનું પ્રથમ ATP ટાઇટલ જીત્યું હતું.

મારિન સિલિકે વર્ષ 2014માં તેનું કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસેલમ ટાઇટલ જીત્યું હતું. 2014 યુએસ ઓપનમાં મેન્સ સિંગલ્સ ટેનિસ ફાઇનલમાં મારિન સિલિકે કેઈ નિશિકોરીને 6–3, 6–3, 6–3થી હરાવ્યો હતો અને તે ગ્રાન્ડ સ્લેમ મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનાર બીજો ક્રોએશિયન ખેલાડી બન્યો હતો.

મારિન સિલિક 2017 વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશિપ અને 2018 ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનર્સ-અપ રહ્યો હતો.

મારિન સિલિક 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં ઇવાન ડોડિગની સાથે જોડી બનાવી પુરુષોની ડબલ્સ ટુર્નામેન્ટમાં રમ્યો હતો અને ઓલિમ્પિક્સ સિલ્વર મેડલ જીત્યો હતો.

28 જાન્યુઆરી 2018ના રોજ મારિન તેની કારકિર્દીના બેસ્ટ ATP સિંગલ્સ રેન્કિંગ હાંસલ કરી હતી અને તે વર્લ્ડ નંબર 3 પુરુષ ટેનિસ ખેલાડી બન્યો હતો.

સિલિક ચારેય મેજર્સમાં સેમિફાઇનલ અને તમામ નવ ATP માસ્ટર્સ 1000 ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો છે. તે ઓછામાં ઓછા 20 ATP ટૂર ટાઇટલ ધરાવતા છ સક્રિય ખેલાડીઓમાંથી એક છે અને ચારેય મેજર્સમાં ઓછામાં ઓછા સેમિફાઇનલ સ્ટેજ સુધી પહોંચનારા પાંચ સક્રિય ખેલાડીઓમાંથી એક છે.

28 એપ્રિલ 2018ના રોજ સિલિકે તેની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટીના મિલ્કોવિક સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે, જેમનું છે બાલ્ડો અને વિટો છે.

મારિન સિલિક ટેનિસમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતવા મામલે 10માં ક્રમે છે. તેણે અત્યારસુધી 260 કરોડથી વધુ પ્રાઇઝ મની ટેનિસની વિવિધ ટુર્નામેન્ટમાં રમી જીતી છે. (all photo courtesy: google)