
ર્ષ 2016માં ઓસાકા પહેલીવાર WTA ફાઇનલમાં પહોંચી હતી. ટોક્યોમાં રમાયેલ પાન પેસિફિક ઓપનમાં તે રનર્સ-અપ રહી હતી અને WTA રેન્કિંગમાં ટોચના 50માં પ્રવેશ મેળવ્યો હતો.

ઓસાકાએ વર્ષ 2018માં ઈન્ડિયન તેનું પ્રથમ WTA ટાઇટલ અને પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું.

યુએસ ઓપન 2018ની ફાઇનલમાં 23 વખતની ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હરાવી ગ્રાન્ડસ્લેમ મહિલા સિંગલ્સ ટાઇટલ જીતનાર ઓસાકા પ્રથમ જાપાની ખેલાડી બની હતી.

વર્ષ 2019માં વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસાકાએ ટાઇટલ જીતી બીજું ગ્રાન્ડસ્લેમ કબજે કર્યું હતું. આ તેનું પ્રથમઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ હતું.

ઓસાકાએ વર્ષ 2020માં બીજી વાર યુએસ ઓપન અને 2021માં બીજી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતું.

નાઓમી ઓસાકા હાલમાં અમેરિકન રેપર કોર્ડે અમરી ડન્સટનને ડેટ કરી રહી છે. બંનેને એક બાળકી છે. તેમની બાળકીનું નામ 'શાઈ' છે.

ચાર ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકા કારકિર્દીમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર ખેલાડીઓમાં એક છે. ઓસાકાએ 175 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી છે. (all photo courtesy: google)