
2020માં સ્વિયાતેકે તેની કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લેમ મહિલા સિંગલ્સ ટાઇટલ ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું.

ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ તેણી મે 2021માં પ્રથમ વખત WTA રેન્કિંગના ટોપ ટેનમાં પ્રવેશી હતી.

કતાર અને ઇન્ડિયન વેલ્સ ખાતે 2022માં બેક-ટુ-બેક WTA 1000 ટાઇટલ બાદ સ્વિયાતેક કારકિર્દીના ટોપ રેન્કિંગ પર પહોંચી હતી.

વર્લ્ડ નંબર 1 એશલે બાર્ટીની નિવૃત્તિ બાદ ઈગા સ્વિયાતેક વર્લ્ડ નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી બની હતી.

ટેનિસ ઇતિહાસમાં ટેનિસમાં ટોપ રેન્કિંગ હાંસલ કરનાર ઈગા સ્વિયાતેક સૌપ્રથમ પોલિશ ખેલાડી બની હતી.

ઈગા સ્વિયાતેકે વર્ષ 2022માં ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ટાઇટલ જીત્યા હતા.વર્ષ 2023માં સ્વિયાતેકે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન જીત્યું હતું.

ચાર ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ઈગા સ્વિયાતેક કારકિર્દીમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર ખેલાડીઓમાં એક છે. સ્વિયાતેકે 165 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી ચૂકી છે. (all photo courtesy: google)