Rich Tennis Players : ચારેય ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનનાર મહિલા ટેનિસ ખેલાડી ‘કિમ ક્લાઇસ્ટર્સ’

|

Aug 25, 2023 | 1:07 PM

કિમ ક્લાઈસ્ટર્સ બેલ્જિયમની પ્રોફેશન ટેનિસ ખેલાડી છે. ક્લાઈસ્ટર્સ 2003માં સિંગલ્સ અને ડબલ્સ રેન્કિંગમાં એકસાથે વર્લ્ડ નંબર 1 બનનાર વિશ્વની પહેલી મહિલા ખેલાડી છે. તેણીએ કુલ છ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યા હતા, જેમાં ચાર સિંગલ્સ અને બે ડબલ્સનો સમાવેશ થાય છે. ક્લાઈસ્ટર્સે મહિલા સિંગલ્સમાં ત્રણ વાર યુએસ ઓપન અને એક વાર ઓસ્ટ્રેલિયન ઓપન ઉપરાંત મહિલા ડબલ્સ એક ફ્રેન્ચ ઓપન અને એક વિમ્બલડન ટાઈટલ જીત્યા છે, આમ તે ચારેય ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનનાર ખેલાડી છે.

1 / 10
કિમ ક્લાઈસ્ટર્સનો જન્મ 8 જૂન 1983ના રોજ બેલ્જિયનમાં થયો હતો. ક્લાઈસ્ટર્સે નાની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેના બે મોટા ભાઈઓ પૂર્વ પ્રોફેશનલ ટેનિસ ખેલાડીઓ છે.

2 / 10
Tennis.com દ્વારા ક્લાઈસ્ટર્સને ઓપન એરામાં 14મી શ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

3 / 10
કિમ ક્લાઈસ્ટર્સે 41 સિંગલ્સ ટાઈટલ જીત્યા છે, જે ઓપન એરામાં સૌથી વધુ ચેમ્પિયનશીપ મામલે 14માં ક્રમે છે.

4 / 10
ક્લાઈસ્ટર્સ ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. તેણીએ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન અને સિંગલ્સમાં યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા.

5 / 10
WTA રેન્કિંગમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સમાં તે એક જ સમયે નંબર 1 રેન્કિંગ હાંસલ કરનાર વિશ્વની એકમાત્ર ટેનિસ ખેલાડી છે.

6 / 10
ક્લાઈસ્ટર્સે વર્ષ 2003માં માર્ટિના નવરાતિલોવા સાથે જોડી બનાવી ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડન મહિલા ડબલ્સ ટાઇટલ જીત્યા હતા.

7 / 10
કિમ ક્લાઈસ્ટર્સે ત્રણ વાર (વર્ષ 2005, 2009 અને 2010માં) યુએસ ઓપન મહિલા સિંગલ્સ ટાઈટલ જીત્યા હતા.

8 / 10
વર્ષ 2011માં કિમ ક્લાઈસ્ટર્સે ટેનિસ કારકિર્દીનું અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતું.

9 / 10
કુલ છ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન કિમ ક્લાઈસ્ટર્સે અમેરિકન બાસ્કેટબોલ કોચ અને ભૂતપૂર્વ ખેલાડી બ્રાયન લિંચ સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા.તેમને ત્રણ બાળકો છે.

10 / 10
ચાર ગ્રાન્ડ સ્લેમ મહિલા સિંગલ્સ અને બે ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર કિમ ક્લાઈસ્ટર્સ કારકિર્દીમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર મહિલા ખેલાડીઓમાં એક છે. કિમ ક્લાઈસ્ટર્સ 200 કરોડથી વધુ  પ્રાઇઝ મની જીતી ચૂકી છે. (all photo courtesy: google)

Next Photo Gallery