Rich Tennis Players: ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતનારી ડેનમાર્કની સૌપ્રથમ ખેલાડી ‘કેરોલિન વોઝનિયાકી’
કેરોલિન વોઝનિયાકી ડેનમાર્કની પ્રોફેશનલ ડેનિશ ટેનિસ ખેલાડી છે, જે તેની સુંદરતા અને દમદાર રમત માટે ફેમસ છે. વોઝનિયાકી ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીતનાર ડેનમાર્કની સૌપ્રથમ ખેલાડી છે. વોઝનિયાકી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ મહિલા સિંગલ્સ ટાઈટલ સિવાય 25 WTA સિંગલ્સ ટાઈટલ જીતી છે. તે સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર ટોપ 10 ખેલાડીઓમાં એક છે.
1 / 10
કેરોલિન વોઝનિયાકીનો જન્મ 11 જુલાઈ 1990ના રોજ ડેનમાર્કના ઓડેન્સમાં થયો હતો. તેણીની માતા પોલિશ મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમમાં રમી હતી અને તેના પિતા પ્રોફેશનલ ફૂટબોલ રમ્યા હતા.
2 / 10
વર્ષ 2006માં કેરોલિન વોઝનિયાકીએ વિમ્બલ્ડન ગર્લનું ટોપ રેટેડ સિંગલ ટાઇટલ જીત્યું હતું.
3 / 10
કેરોલિન વોઝનિયાકીએ વર્ષ 2008માં પ્રતિષ્ઠિત "WTA ન્યૂકમર ઓફ ધ યર" નો ખિતાબ જીત્યો હતો.
4 / 10
ટેનિસ કોર્ટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કેરોલિનને 2010 માં "ડેનિશ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર" નો એવોર્ડ આપવામાં આવ્યો હતો
5 / 10
રોલી વોઝનિયાકી પાસે 25 WTA સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. જેમાં એક ગ્રાન્ડ સ્લેમ મહિલા સિંગલ્સ ટાઇટલ પણ સામેલ છે.
6 / 10
વર્ષ 2009 અને વર્ષ 2014માં વોઝનિયાકી યુએસ ઓપનમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તે ફાઇનલ હારી ગઈ હતી અને રનર્સ અપ પોઝિશન પર રહી હતી.
7 / 10
વર્ષ 2018માં કેરોલિન વોઝનિયાકીએ તેની કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ મહિલા સિંગલસ ટાઈટલ 'ઓસ્ટ્રેલિયન ઓપન' જીત્યું હતું.
8 / 10
તેણીની રમતને પ્રોત્સાહન આપવા અને ટેનિસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા બદલ 2011 અને 2015 માં "ડાયમંડ એસિસ" એનાયત કરવામાં આવ્યો.
9 / 10
કેરોલિન વોઝનિયાકીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ, ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી, ડેવિડ લી સાથે 2019 માં લગ્ન કર્યા. બંનેને બે બાળકો છે.
10 / 10
કેરોલિન વોઝનિયાકી અત્યારસુધી માત્ર એક જ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીટવાં સફળ રહી છે, છતાં તે ટેનિસમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર મહિલાઓની લિસ્ટમાં સાતમાં ક્રમે છે. વોઝનિયાકીએ અત્યારસુધી 290 કરોડથી વધુ વધુ પ્રાઇઝ મની જીતી છે. (all photo courtesy: google)