Rich Tennis Players: ત્રણ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતનારી જર્મન મહિલા ખેલાડી ‘એન્જેલિક કર્બર’

|

Aug 18, 2023 | 3:04 PM

એન્જેલિક કર્બર જર્મન પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે. તેણીએ કુલ 34 અઠવાડિયા માટે વિશ્વની નંબર 1 મહિલા ખેલાડી તરીકે ટોપ સ્થાન પર રહી હતી. એન્જેલિક કર્બરે ત્રણ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ, 14 સિંગલ્સ ટાઇટલ અને એક ઓલિમ્પિક સિલ્વર મેડલ જીત્યો છે. તે તમામ પ્રકારની સરફેસ પર રમતા WTA ટૂર જીતનાર ખેલાડીઓમાંની એક છે. તેના આક્રમક કાઉન્ટર-પંચિંગ માટે જાણીતી કર્બરે તેની કારકિર્દીમાં ઘણું હાંસલ કર્યું છે.

1 / 10
એન્જેલિક કર્બરનો જન્મ 18 જાન્યુઆરી 1988ના રોજ બ્રેમેનમાં પોલિશ માતાપિતાને ત્યાં થયો હતો. તેણીએ માત્ર 3 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.

2 / 10
એન્જેલિક કર્બરે જાન્યુઆરી 2005માં WTA ટુર્નામેન્ટમાં અને 2007માં ફ્રેન્ચ ઓપનમાં ગ્રાન્ડ સ્લેમ ડેબ્યૂ કર્યું હતું.

3 / 10
એન્જેલિક કર્બરે સૌપ્રથમ WTA ટાઇટલ વર્ષ 2012માં પેરિસમાં જીત્યું હતું. GDF સુએઝની સેમિફાઇનલમાં મારિયા શારાપોવા અને ફાઇનલમાં બાર્ટોલીને હરાવીને તેણીએ પ્રથમ WTA ટાઇટલ જીત્યું હતું.

4 / 10
એન્જેલિક કર્બરે વર્ષ 2016માં તેની કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લેમ મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપન 2016ની ફાઇનલમાં તેણીએ સેરેના વિલિયમ્સને હરાવી ટાઇટલ જીત્યું હતું.

5 / 10
એન્જેલિક કર્બરે 2016 રિયો ઓલિમ્પિકમાં જર્મનીનું પ્રતિનિધિત્વ કરતા મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.

6 / 10
વર્ષ 2016માં એન્જેલિક કર્બરે યુએસ ઓપન ફાઇનલમાં પ્લીસકોવાને હરાવી કરિયરનું બીજું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ કબજે કર્યું હતું.

7 / 10
વિમ્બલ્ડન 2018 મહિલા સિંગલ્સની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને હરાવી એન્જેલિક કર્બરે કારકિર્દીનું ત્રીજું અને પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું.

8 / 10
કર્બર 12 સપ્ટેમ્બર 2016ના રોજ પ્રથમ વખત WTAના વિશ્વ નંબર 1 રેન્કિંગ પર પહોંચી હતી અને તે નંબર 1 પર પહોંચનાર સૌથી મોટી ઉંમરની મહિલા ટેનિસ ખેલાડી છે.

9 / 10
24 ઓગસ્ટ 2022ના રોજ કર્બરે ગર્ભાવસ્થાને કારણે ટેનિસમાંથી બ્રેક લીધો હતો. કર્બરે 2023માં પુત્રીને જન્મ આપ્યો હતો. કર્બરના બાળકનો પિતા તેનો બોયફ્રેન્ડ ફ્રાન્કો બિઆન્કો છે.

10 / 10
કર્બર ટેનિસમાં સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર મહિલાઓની લિસ્ટમાં આઠમાં ક્રમે છે. એન્જેલિક કર્બર અત્યારસુધી 260 કરોડથી વધુ વધુ પ્રાઇઝ મની જીતી ચૂકી છે. (all photo courtesy: google)

Published On - 3:03 pm, Fri, 18 August 23

Next Photo Gallery