
3 જૂન 1986ના રોજ જન્મેલા નડાલે 2019માં મારિયા પેરેલો સાથે લગ્ન કર્યા હતા. નડાલ તેને લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો મારિયાને 15 વર્ષ સુધી ડેટ કર્યા બાદ નડાલે લગ્ન કર્યા. વર્ષ 2022માં તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો.

તેના કરિયરમાં તે કુલ 22 ટાઈટલ જીત્યો છે, જેમાં 14 ફ્રેન્ચ ઓપન અને 2 ઓલિમ્પિક મેડલનો પણ સમાવેશ થાય છે. 2005-2007 દરમિયાન તેણે રેડ ક્લે કોર્ટ પર સીધી 81 મેચ જીતી હતી. તેણે માર્ટિના નવરાતિલોવાના સતત 74 જીતના આંકને વટાવી દીધો હતો.

રફેલ નડાલે તેના કરિયર દરમિયાન ફ્રેન્ચ ઓપનમાં 112 મેચ જીતી છે. તેણે લાંબી ટેનિસ કરિયરમાં માત્ર ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોબિન સોડરલિંગ (2009) અને નોવાક જોકોવિચ (2015 અને 2021) સામે તેણે માત્ર બે જ ખેલાડીઓ સામે હારનો સામનો કરવો પડયો હતો.
Published On - 8:09 pm, Sat, 3 June 23