Australian Open: રાફેલ નડાલ બન્યો કિંગ, આ દિગ્ગજોને પાછળ છોડી દીધા, જાણો કોના નામે છે કેટલા ગ્રાન્ડ સ્લેમ

|

Jan 30, 2022 | 11:30 PM

રાફેલ નડાલે (Rafael Nadal) ઓસ્ટ્રેલિયન ઓપન 2022(Australian Open) ની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને ઇતિહાસ રચ્યો છે.

1 / 6
સ્પેનના રાફેલ નડાલે વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં તેણે રશિયાના ડેનિલ મેદવેદેવને 2-6, 6-7, 6-4, 6-4, 7-5 થી પાંચ સેટ સુધી ચાલેલી મેચમાં હરાવ્યો હતો. આ મેચ પાંચ કલાક અને 24 મિનિટ સુધી ચાલી હતી. આ સાથે નડાલે તેનું 21મું ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યું અને તે પુરૂષ વર્ગમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી બન્યો. આ સાથે જ તેની કારકિર્દીનું આ બીજું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ છે. સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ રેસમાં નડાલે કોને હરાવ્યો છે, અહીં વાંચો.

2 / 6
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે નડાલ અગાઉ સર્બિયાના નોવાક જોકોવિચ અને સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરની બરાબરી પર હતો. આ ત્રણેયના નામ 20-20 ગ્રાન્ડ સ્લેમ હતા, પરંતુ નડાલે રવિવારે આ બે દિગ્ગજોને માત આપી હતી. નડાલે તેની કારકિર્દીમાં 2009 અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. તે 13 વખત ફ્રેન્ચ ઓપન જીતવામાં સફળ રહ્યો. તેણે 2008 અને 2010માં બે વખત વિમ્બલ્ડન જીત્યો હતો. ચાર વખત તે યુએસ ઓપન જીતવામાં સફળ રહ્યો હતો.

3 / 6
જોકોવિચે 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020 અને 2021માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. 2016 અને 2021માં તે ફ્રેન્ચ ઓપન જીતવામાં સફળ રહ્યો હતો. છ વખત તે વિમ્બલ્ડન જીત્યો હતો અને ત્રણ વખત યુએસ ઓપન જીતવામાં સફળ રહ્યો હતો.

4 / 6
ફેડરર છ વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવામાં સફળ રહ્યો હતો. 2009માં તેણે ફ્રેન્ચ ઓપન જીતી હતી. આઠ વખત વિમ્બલ્ડન ખિતાબ તેના હિસ્સામાં આવ્યો હતો. પાંચ વખત તે યુએસ ઓપન જીતવામાં સફળ રહ્યો હતો.

5 / 6
આ ત્રણ પછી પીટ સામ્પ્રાસ આવે છે, જેમની પાસે 14 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. સામ્પ્રાસે બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન, સાત વખત વિમ્બલ્ડન અને પાંચ વખત યુએસ ઓપન જીત્યો હતો. તે એકવાર પણ ફ્રેન્ચ ઓપન જીતી શક્યો ન હતો. તેના પછી રોય ઇમર્સનનો નંબર આવે છે જેણે તેની કારકિર્દીમાં 12 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. ઇમર્સને છ વખત ઓસ્ટ્રેલિયન ઓપન, બે વખત ફ્રેન્ચ ઓપન અને બે વખત વિમ્બલ્ડન, UA ઓપન જીતી હતી.

6 / 6
બીજી તરફ મહિલા વર્ગમાં જોવામાં આવે તો સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ કોર્ટના નામે છે. તેણે કુલ 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેના પછી અમેરિકાની સેરેના વિલિયમ્સ છે જેણે 23 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. ત્રીજા નંબર પર જર્મનીની સ્ટેફી ગ્રાફ છે જેણે 22 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.

Next Photo Gallery