
ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને રોમાંચક રીતે હરાવ્યું હતું. સ્કોર 3-3ની બરાબરી પર રહેતા મેચનો નિર્ણય શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો. આર્જેન્ટિના પ્રથમ ત્રણ શોટ બાદ જ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

આર્જેન્ટિનાએ ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. પાંચમો વર્લ્ડ કપ રમી રહેલા મેસ્સીને પણ આ જીત માટે લાંબી રાહ જોવી પડી હતી. આ જીત બાદ આર્જેન્ટિના જ નહીં પરંતુ દુનિયાભરના મેસ્સીના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો. ( All Lionel Messi Instagram)