
ગુરુવારે IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પીટી ઉષાએ કહ્યું હતું કે આંદોલનકારી કુસ્તીબાજો દેશની છબીને બગાડે છે અને તેમનું કૃત્ય અનુશાસનહીન છે.

ગુરુવારે IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પીટી ઉષાએ કહ્યું હતું કે આંદોલનકારી કુસ્તીબાજો દેશની છબીને બગાડે છે અને તેમનું કૃત્ય અનુશાસનહીન છે,હવે દેખીતી રીતે આ પ્રકારનું નિવેદન હડતાળ પર બેઠેલા કુસ્તીબાજો માટે ચોંકાવનારું છે કારણ કે પીટી ઉષા પોતાની રીતે એથ્લેટ રહી ચૂક્યા છે. ધરણા પર બેઠેલા ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી હતી. પુનિયાએ કહ્યું કે તેઓ IOA પ્રમુખ પાસેથી સમર્થનની અપેક્ષા રાખતા હતા અને તેમનું આટલું મજબૂત નિવેદન ચોંકાવનારું છે.