
પ્રથમ હાફમાં તેલુગુ ટાઈટન્સની ટીમ 16-13ના સ્કોરથી આગળ હતી. પ્રથમ હાફમાં ગુજરાતની ટીમે 7 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો. જ્યારે તેલુગુ ટીમે 10 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ અને 1 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યો હતો. PC - Pro Kabaddi )

બીજા હાફમાં ગુજરાત જાયન્ટસની ટીમે ફિલ્મી સ્ટાઈલમાં જીત વાપસી કરી હતી. ગુજરાત જાયન્ટની ટીમે 25-16ના સ્કોર સાથે બીજા હાફમાં ધમાલ મચાવી હતી. બીજા હાફમાં ગુજરાતની ટીમે 13 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ, 4 ઓલ આઉટ પોઈન્ટ અને 3 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા. તેલુગુ ટાઈટન્સની ટીમે બીજા હાફમાં 10 રેઈડ પોઈન્ટ, 4 ટેકલ પોઈન્ટ અને 2 એક્સ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા. PC - Pro Kabaddi )

ગુજરાત જાયન્ટસના સોનુએ 8 સફળ રેઈડ કરીને ટીમને 11 પોઈન્ટ અપાવ્યા હતા. તેલુગુ ટાઈયન્ટસના પવન સહેરાવતે 10 સફળ રેઈડ દ્વારા 11 પોઈન્ટ ટીમને અપાવ્યા હતા. PC - Pro Kabaddi )
Published On - 9:07 pm, Sat, 2 December 23