ગુજરાત જાયન્ટ્સે મારી જીતની હેટ્રિક, સોનુ બન્યો સુપરહીરો, સતત ત્રીજી મેચમાં મેળવ્યા 10+ પોઈન્ટ

|

Dec 05, 2023 | 9:21 PM

આજે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદના અરેના સ્ટેડિયમમાં પ્રો કબડ્ડી લીગની વધુ એક રોમાંચક મેચ રમાઈ હતી. ગુજરાત જાયન્ટસ અને યૂ મુમ્બા વચ્ચેની આ મેચ જોવા માટે મોટી સંખ્યમાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

1 / 6
યુ મુમ્બાની ટીમે પહેલા ટોસ જીતીને ગુજરાત જાયન્ટસને પહેલા રેઈડ કરવાની તક આપી હતી. ગુજરાત જાયન્ટ તરફથી રાકેશ અને યુ મુમ્બા તરફથી ગુમાન સિંહ સફળ રેઈડ કરીને પોતાની ટીમને શરુઆતના પોઈન્ટ અપાવ્યા હતા. ગુજરાત જાયન્ટસનો સુલતાન કેપ્ટન તરીકે 100મી કબડ્ડી મેચ રમી રહ્યો હતો.(PC - Pro Kabaddi)

2 / 6
પ્રથમ હાફમાં મેચનો સ્કોર 16-18 રહ્યો હતો. ગુજરાત જાયન્ટસની ટીમ પ્રથમ હાફમાં 11 રેઈડ પોઈન્ટ, 5 ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે યુ મુમ્બાની ટીમે 13 રેઈડ પોઈન્ટ, 3 ટેકલ પોઈન્ટ અને 2 એસ્ટ્રા પોઈન્ટ મેળવ્યા હતા.  (PC - Pro Kabaddi)

3 / 6
ગુજરાત જાયન્ટસના સોમબીરે પ્રો કબડ્ડી લીગમાં 150 ટેકલ પોઈન્ટ પૂરા કર્યા હતા.  (PC - Pro Kabaddi)

4 / 6
છેલ્લી એક મિનિટ સુધી સ્કોર 35-35ની બરાબરી પર હતો. વધુ પોઈન્ટ મેળવવા માટે ખેલાડીઓ વચ્ચે રસાકસી જોવા મળી હતી. (PC - Pro Kabaddi)

5 / 6
સોનુએ સતત ત્રીજી મેચમાં 10+ પોઈન્ટ કરીને ગુજરાત જાયન્ટની ટીમને રોમાંચક જીત અપાવી હતી. બીજા હાફ બાદ સ્કોર 39-37થી ગુજરાત જાયન્ટસના પક્ષમાં રહ્યો હતો.  (PC - Pro Kabaddi)

6 / 6
 ગુજરાત જાયન્ટસના સોનુએ આજે કુલ 16 રેઈડ કરી હતી. જેમાંથી 8 રેઈડ સફળ રહી હતી, 3 રેઈડ અસફળ રહી હતી અને 5 રેઈડ ખાલી રહી હતી. તેણે પોતાની ટીમને કુલ 11 પોઈન્ટ અપાવ્યા હતા. જ્યારે ગૌતમે કુલ 10 પોઈન્ટ મેળવ્યા હતા જેમાંથી 6 ટચ પોઈન્ટ અને 4 બોનસ પોઈન્ટ હતા. (PC - Pro Kabaddi)

Published On - 9:07 pm, Tue, 5 December 23

Next Photo Gallery