
રોહન બોપન્ના ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુ દ્રૌપદી મુર્મુએ પેરા સ્વિમર સતેન્દ્ર સિંહ લોહિયાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. સતેન્દ્ર સિંહ લોહિયાએ ઘણી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીત્યા છે. આ સિવાય તેમણે વિકલાંગોને પ્રોત્સાહન આપવા અને તેમને મજબૂત કરવાનું કામ કર્યું છે.

ભારતની પ્રખ્યાત તીરંદાજી કોચ પૂર્ણિમા મહતોનું નામ પણ રમતગમત ક્ષેત્રે પદ્મશ્રી મેળવનારાઓની યાદીમાં સામેલ છે. તીરંદાજીમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને આ એવોર્ડથી સન્માનિત કર્યા.