
એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પુરુષ જુનિયર એશિયા કપમાં શાનદાર જીત માટે અમારી જુનિયર મેન્સ હોકી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની જીત આપણા યુવાનોની વધતી પ્રતિભા અને નિશ્ચયને દર્શાવે છે. તેણે ભારતને ઘણું ગૌરવ અપાવ્યું છે.

10 ટીમો વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ થયો હતો. જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. પાકિસ્તાનની ટીમ રનર અપ રહી હતી. સાઉથ કોરિયાની ટીમ ત્રીજા ક્રમે રહી છે, જ્યારે મલેશિયાની ટીમ ચોથા ક્રમે રહી છે. ભારતે 2004, 2005 અને 2015 બાદ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે જ્યારે પાકિસ્તાન 1987, 1992 અને 1996માં ચેમ્પિયન રહ્યું છે.