PKL: ગુજરાતને હરાવી બેંગલુરુ બુલ્સે મેળવી નંબર 1 ની ખુરશી, પટના પાયરેટ્સને જયપુર પેન્થર્સે પછાડ્યુ

|

Jan 15, 2022 | 9:46 AM

પટના પાઇરેટ્સે (Patna Pirates) હાર સાથે તેની નંબર-1 ની ખુરશી પણ ગુમાવી દીધી છે અને હવે તે બીજા સ્થાને આવી ગઈ છે.

1 / 5
પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝનમાં શુક્રવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં જયપુર પિંક પેન્થર્સની ટીમ પટના પાઇરેટ્સની ટીમ સામે હતી. બીજી મેચમાં બેંગલુરુ બુલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો હતો. પટના માટે આ દિવસ સારો ન હતો, પરંતુ બેંગલુરુએ તેમના જોરદાર પ્રદર્શનના આધારે જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ચોક્કસપણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

2 / 5
દિવસની પ્રથમ મેચ પટના અને જયપુર વચ્ચે હતી. આ મેચમાં પટનાને તેના નબળા ડિફેન્સના કારણે આ સિઝનની બીજી હારનો સામનો કરવો પડ્યો છે. જયપુરે આ મેચ 38-28થી જીતી લીધી હતી. આ સિઝનમાં જયપુરની આ ચોથી જીત છે અને તે ચોથા સ્થાને આવી ગઈ છે.

3 / 5
દીપક હુડ્ડાએ જયપુર માટે સુપર-10 પૂર્ણ કર્યું જ્યારે અર્જુન દેસવાલે નવ પોઈન્ટ લીધા. જયપુરના ડિફેન્સે પણ 9 પોઈન્ટ લીધા હતા પરંતુ પટનાનું ડિફેન્સ માત્ર ચાર પોઈન્ટ લઈ શક્યું હતું. પટના માટે મોનુ ગોયતે સાત જ્યારે કેપ્ટન પ્રશાંત રાયે છ પોઈન્ટ લીધા હતા.

4 / 5
બીજી તરફ પવન સેહરાવતના સિઝનના સાતમા સુપર-10 (19 પોઈન્ટ)ને કારણે બેંગલુરુ બુલ્સે ગુજરાત જાયન્ટ્સને 46-37થી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. 10 મેચમાં સાતમી જીત સાથે બુલ્સની ટીમ પટના પાઈરેટ્સને હટાવીને ટેબલ ટોપર બની ગઈ છે.

5 / 5
બીજી તરફ ગુજરાતની નવ મેચોમાં આ પાંચમી હાર છે. આ ટીમ 11મા સ્થાને છે. એચએસ રાકેશ (14 પોઈન્ટ) એ ગુજરાત માટે સિઝનનો ત્રીજો સુપર-10 પૂરો કર્યો પરંતુ અન્ય રેઈડર્સના સમર્થનના અભાવે અને ડિફેન્સમાંથી નિષ્ફળ ટેકલ્સને કારણે તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં.

Next Photo Gallery