
રોહતકમાં જન્મેલી રિતિકા ભારતીય નેવીની ઓફિસર છે. તે ચીફ પેટી ઓફિસરની પોસ્ટ પર પોસ્ટેડ છે. રિતિકા કુસ્તીમાં મહિલા 76 કિગ્રા કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા રેસલર છે.

રિતિકાની કરિયર બહુ લાંબી નથી, આ ખેલાડી 2022માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 72 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પછી આ ખેલાડીએ 2023માં તિરાનામાં આયોજિત અંડર 23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2024માં જ રિતિકાએ એશિયન ચેમ્પિયનશિપમાં 72 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રિતિકા હુડ્ડા માત્ર 22 વર્ષની છે અને તેની પહેલી જ ઓલિમ્પિકમાં તેણે પોતાના દમદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વિશ્વ ચેમ્પિયન કુસ્તીબાજને પણ તેની સામે પોઈન્ટ મેળવવું ખૂબ મુશ્કેલ હતું, એવી અપેક્ષા છે કે રિતિકા તેની ટેકનિકમાં વધુ સુધારો કરશે અને 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતશે.