
પેરિસ ઓલિમ્પિક ગેમ્સના આયોજકોએ મિશેલની બીમારી અંગે તાત્કાલિક કોઈ નિવેદન જારી કર્યું નથી, પરંતુ આયોજક સમિતિએ કહ્યું છે કે સીન નદીમાં સ્પર્ધા પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ થશે.

સીન નદીના પાણીની ગુણવત્તા પર શરૂઆતથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણોસર પ્રથમ ટ્રાયથલોન પ્રેક્ટિસ સત્રો રદ્દ કરવા પડ્યા હતા.