
જો કે આ વર્ષે એપ્રિલમાં જ ભારતીય પુરુષ તીરંદાજી ટીમે કોરિયન ટીમને હરાવીને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ખેલાડીઓએ શાનદાર રમત રમી અને એક પણ સેટ ગુમાવ્યા વગર જીતી લીધી. (Photo- Getty)

બીજી તરફ મહિલા તીરંદાજી ટીમે પણ ચોથું સ્થાન મેળવીને ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. યુવા અંકિતા ભકતના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે 1983 પોઈન્ટ બનાવ્યા. તમને જણાવી દઈએ કે, આ વખતે ભારત પાંચેય ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં મહિલા ટીમ, પુરૂષોની ટીમ, મહિલા સિંગલ્સ, મેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. (Photo- Getty)