
ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને ઈનામ તરીકે સૌથી વધુ રકમ આપવા મામલે હોંગકોંગ અને સિંગાપોર ટોપ પર છે. હોંગકોંગ અને સિંગાપોર તેમના ઓલિમ્પિક વિજેતાઓ માટે સૌથી વધુ રકમ ઈનામ તરીકે ચૂકવે કરે છે. હોંગકોંગ ગોલ્ડ મેડલ વિજેતાને 6.42 કરોડ, સિલ્વર મેડલ વિજેતાને 3.21 કરોડ અને 1.60 કરોડ રૂપિયા આપે છે.

સિંગાપોર ઓલિમ્પિક મેડલિસ્ટને ગોલ્ડ માટે 6.25 કરોડ,સિલ્વર માટે 3.12 કરોડ અને બ્રોન્ઝ માટે 1.56 કરોડ રૂપિયા ભેટ તરીકે આપે છે.

અન્ય દેશની સરકારો તેમના ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે છ આંકડાના રોકડ પુરસ્કારો આપતી હોય છે, જેમાં ઈઝરાયેલ, મલેશિયા, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે .

પેરિસ ઓલિમ્પિક 2024ના યજમાન દેશ ફ્રાન્સે પણ ગોલ્ડ મેડલ વિજેતાઓને 78.50 લાખ રૂપિયા ઈનામ તરીકે અપાવની જાહેરાત કરી છે.

ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને સરકાર તરફથી ખાસ રકમ ભેટ અપાવામાં આવે છે. ગોલ્ડ મેડલ વિજેતાને 75 લાખ, સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 10 લાખ રૂપિયા મળે છે. આ સિવાય ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી 10 લાખ રૂપિયા પણ ઈનામ તરીકે મળે છે.
Published On - 7:07 pm, Wed, 31 July 24