વાંસમાંથી સાધનો બનાવી તીરંદાજીની પ્રેક્ટિસ કરતી, આજે તીરંદાજીમાં વિશ્વની નંબર વન તીરંદાજ બની
દીપિકા કુમારીનો જન્મ રાંચી, બિહાર (હાલ ઝારખંડ)માં થયો છે. તેમના પિતાનું નામ શિવ ચરણ પ્રજાપતિ અને માતાનું નામ ગીતા જે રાંચી મેડિકલ કોલેજમાં નર્સ હતા, તો આજે આપણે દીપિકા કુમારીના પરિવાર વિશે જાણીએ.
1 / 19
ભારતીય મહિલા તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત ચોથા સ્થાને રહ્યું, જ્યારે કોરિયાએ ઓલિમ્પિક રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતની 3 મહિલા ખેલાડીઓ દીપિકા કુમારી સિવાય અંકિતા ભગત અને ભજન કૌરને ભાગ લીધો હતો.
2 / 19
મહિલા તીરંદાજ દીપિકા કુમારીનો જન્મ 13 જૂન 1994ના રોજ ઝારખંડની રાજધાની રાંચીમાં થયો હતો. તેના પિતા ઓટો ડ્રાઈવર હતા અને માતા મેડિકલ કોલેજમાં નર્સ હતી. એક સામાન્ય પરિવારમાં જન્મેલી દીપિકાને બાળપણથી જ તીરંદાજીનો શોખ હતો. નાનપણમાં તે ઝાડ પર લટકતી કેરીઓ પર પથ્થર ફેંકીને તોડતી હતી.
3 / 19
દીપિકા કુમારી એક ભારતીય પ્રોફેશનલ તીરંદાજ છે, ભારતીય સ્ટાર દીપિકા કુમારી ઓલિમ્પિક ચોથી વખત ભાગ લઈ રહી છે. તેણે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
4 / 19
દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 1માં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો.આંતરરાષ્ટ્રીય આર્ચર અને ઓલિમ્પિયન દીપિકા કુમારી અને અતનુ દાસ લગ્નના બંધનમાં બંધાયા છે. રાંચીના મોરહાબાદી સ્થિત એક બેન્કેટ હોલમાં દીપિકા-અતનુના લગ્ન થયા હતા.
5 / 19
કુમારીએ લંડનમાં 2012 સમર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું, જ્યાં તેણીએ મહિલા વ્યક્તિગત અને મહિલા ટીમ ઈવેન્ટ્સમાં ભાગ લીધો, બાદમાં આઠમા સ્થાને રહી હતી.
6 / 19
ફેબ્રુઆરી 2014માં તેને FICCI સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.ભારત સરકારે તેમને 2016માં પદ્મશ્રીનું નાગરિક સન્માન આપ્યું હતું.
7 / 19
બાળપણમાં તીરંદાજીની પ્રેક્ટિસ કરતી વખતે પથ્થરો વડે કેરીઓ તોડવાનું લક્ષ્ય રાખ્યું હતું. શરૂઆતના દિવસોમાં માતા-પિતા માટે દીપિકાના સ્વપ્નને આર્થિક રીતે ટેકો આપવો મુશ્કેલ હતો, ઘણી વખત તેની તાલીમ માટે તેના નવા સાધનો ખરીદવા માટે કુટુંબનું બજેટ હતું નહિ.
8 / 19
દીપિકાએ ઘરે બનાવેલા વાંસના બાણ અને તીરનો ઉપયોગ કરીને તીરંદાજીની પ્રેક્ટિસ કરતી હતી. દીપિકાની પિતરાઈ બહેન વિદ્યા કુમારી, જે તે સમયે ટાટા આર્ચરી એકેડમીમાં રહેતી તીરંદાજ હતી, તેણે તેની પ્રતિભા બહાર લાવવામાં મદદ કરી હતી.
9 / 19
2005માં દીપિકાએ પ્રથમ સફળતા મેળવી હતી જ્યારે તેણીએ ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડાની પત્ની મીરા મુંડા દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ખારસાવન ખાતેની અર્જુન આર્ચરી એકેડમીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેના પ્રોફેશનલ તીરંદાજીની યાત્રા વર્ષ 2006માં શરૂ થઈ જ્યારે તેણી જમશેદપુરમાં ટાટા આર્ચરી એકેડમીમાં જોડાઈ હતી.
10 / 19
અહીંથી જ તેણે યોગ્ય સાધનો અને યુનિફોર્મ બંને સાથે તેની તાલીમ શરૂ કરી. તેને સ્ટાઈપેન્ડ તરીકે 500 રૂપિયા પણ મળ્યા હતા. નવેમ્બર 2009માં કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યા બાદ જ દીપિકા ત્રણ વર્ષમાં પછી ઘરે ગઈ હતી. દિપીકા કુમારીને લાંબા સમયથી તીરંદાજીમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર તરીકે જોવામાં આવે છે.
11 / 19
મેરિડા, મેક્સિકોમાં 2006ના તીરંદાજી વર્લ્ડ કપમાં પલ્ટન હંસદાએ જુનિયર કમ્પાઉન્ડ સ્પર્ધા જીત્યા બાદ દીપિકા આ ટાઇટલ જીતનારી બીજી ભારતીય બની હતી.
12 / 19
15 વર્ષની વયે 2009માં ઓગડેન, ઉટાહ, યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલી 11મી યુથ વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ જીતી હતી. તેણે ડોલા બેનર્જી અને બોમ્બાયલા દેવીની સાથે મહિલા ટીમ રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
13 / 19
દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ 2010માં, દીપિકાએ બે ગોલ્ડ મેડલ જીત્યા, એક વ્યક્તિગત ઈવેન્ટમાં અને બીજો મહિલા ટીમ રિકર્વ ઈવેન્ટમાં. આ માટે તેને 2010 સહારા સ્પોર્ટ્સ એવોર્ડ સમારોહમાં CWG એવોર્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સન્માનિત કરવામાં આવી હતી.
14 / 19
2010ની એશિયન ગેમ્સમાં દીપિકા મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી.મે 2012માં દીપિકા કુમારીએ તુર્કીના અંતાલ્યા ખાતે તેનો પ્રથમ વર્લ્ડ કપ વ્યક્તિગત સ્ટેજ રિકર્વ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં કોરિયાની લી સુંગ-જિનને હરાવી હતી.
15 / 19
લંડન ઓલિમ્પિક્સ 2012માં દીપિકા કુમારી શરૂઆતના રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની એમી ઓલિવર સામે હારી ગઈ હતી, જેનું કારણ તાવના કારણે ખરાબ પ્રદર્શન હતું
16 / 19
આ સાથે દીપિકા કુમારી મહિલા તીરંદાજીમાં વિશ્વની નંબર વન તીરંદાજ બની હતી. તેમને અર્જુન એવોર્ડ, સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર એવોર્ડ, પદ્મ ભૂષણ અને યંગ એચીવર્સ એવોર્ડ મળ્યા હતા.
17 / 19
22 જુલાઈ 2013ના રોજ કોલંબિયા ખાતે યોજાયેલ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 3માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યાં ભારત ચોથા ક્રમે રહ્યું હતુ.
18 / 19
22 સપ્ટેમ્બર 2013ના રોજ, દીપિકા દક્ષિણ કોરિયાના યુન ઓકે-હી સામે 4-6થી હારી ગઈ અને 2013 FITA તીરંદાજી વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ માટે સેટલ થઈ ગઈ. વર્લ્ડ કપ ફાઇનલમાં આ તેણીનો ત્રીજો સિલ્વર મેડલ હતો.
19 / 19
તમને જણાવી દઈએ કે, રમતના ‘પાવર કપલ’ દીપિકા કુમારી અને અતનુ દાસ એક સાથે ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યા છે.