Paris Olympics 2024: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીતીને રચ્યો હતો ઈતિહાસ
પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઓલિમ્પિક આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ છે, જે ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું હતું. ગત વખતે ભારતના કુલ 7 મેડલ હતા. અત્યાર સુધી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું અને તેઓએ 2012 લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો હતો.
1 / 8
ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધીમાં 35 મેડલ જીત્યા છે. જેમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન 2020 ટોક્યો ઓલિમ્પિકમાં હતું. 2020 ઓલિમ્પિકમાં ભારતના 126 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 71 પુરુષો અને 55 મહિલા ખેલાડીઓ હતા, ભારતે આટલી મોટી રમતના મંચ પર પહેલા જ દિવસે ઈતિહાસ રચ્યો હતો.
2 / 8
મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકના પહેલા જ દિવસે ભારત માટે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે ભારત પ્રથમ દિવસે મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.
3 / 8
પહેલા દિવસે શાનદાર શરૂઆત બાદ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ બોક્સિંગમાં મળ્યો. લોવલિના બોર્ગોહેને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.
4 / 8
બોક્સિંગ બાદ પીવી સિંધુએ બેડમિન્ટનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. આ પહેલા સુશીલ કુમારે કુસ્તીમાં બે મેડલ જીત્યા હતા.
5 / 8
છોકરીઓ બાદ છોકરાઓ ઓલિમ્પિકમાં કમાલ કર્યો. ભારતને કુસ્તીમાં એક નહીં પરંતુ 2 મેડલ મળ્યા. ભારત માટે રવિ કુમાર દહિયાએ સિલ્વર મેડલ અને બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
6 / 8
ભારતીય હોકી ટીમે 41 વર્ષના દુષ્કાળનો અંત લાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવીને આ ઐતિહાસિક જીત મેળવી. 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમનો આ પ્રથમ ઓલિમ્પિક મેડલ હતો.
7 / 8
2020 ટોક્યો ઓલિમ્પિકના પહેલા જ દિવસે ભારતે ઈતિહાસ રચ્યો હતો અને છેલ્લા દિવસે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. નીરજ ચોપરાએ હાથમાં ભાલો લઈને આગળ વધીને ઈતિહાસ રચ્યો. નીરજ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. ખાસ વાત એ હતી કે તેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
8 / 8
ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ભારતને ટોક્યો ઓલિમ્પિકનો સાતમો મેડલ જીતાડ્યો હતો, જેના કારણે તે ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ઓલિમ્પિક સાબિત થયું હતું. એટલે કે ભારતે વિશ્વમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું હતું. આ વખતે પણ ચાહકો ભારતીય ખેલાડીઓ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
Published On - 9:14 pm, Sat, 20 July 24